હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

એક કામ પત્યું, નો ટુ રિલાયન્સ નેટ

with 2 comments

- ગઈ કાલે એક અગત્યનું કામ પત્યું ,  એજન્સીમાં લાંબી લાઈનમાં ઉભા રહીને (સામાન્ય માણસો માટે જ લાઈન પ્રથા હોય છે) નવું ગેસ કનેક્સન લેવામાં આવ્યું (બાટલાનું જ).

- આ કનેક્સન માટેની માથાકૂટ છેલ્લા બે મહિનાથી ચાલતી હતી અને અંતે કનેક્શન મળી જ ગયું. જોકે એક વાત અત્યંત વિચિત્ર લાગી ગેસ ની સગડી જેની કિંમત ૭૦૦ – ૮૦૦ થી વધુ નથી હોતી તેના માટે રૂપિયા ત્રણ હજાર વસુલવામાં આવ્યા. સગડી આપ્યા સિવાય કનેક્શન આપવાની ચોક્ખી ના કહેવામાં આવી.

- લાગે છે કે આ ગેસ એજન્સીઓ આ રીતે જ નોટ ભેગી કરતી હોય છે. ગ્રાહક આમ પણ ગરજનો માર્યો હોય છે એટલે ના છુટકે પૈસા આપવા જ પડે છે, એ પણ ત્રણ થી ચાર ગણા.

- રિલાયન્સ નું ઈન્ટરનેટ ક્યારેય ના લેવું (મારા અનુભવને આધારે સલાહ[મફતમાં]).

વીકી મીટ-અપ મિસ્ડ, વિકેન્ડ, કુકિંગ, રસી, મુવી

leave a comment »

- ગયા રવિવારે વિકિપીડીયાની મીટ-અપ ૩ મિસ થઇ ગઈ (અને સાથે ઘણું જ્ઞાન મેળવવાનું અધૂરું રહી ગયું). આશા છે હવે પછીની મીટ-અપમાં કોઈ અડચણ નાં આવે અને આગામી મીટ-અપ ૪ માં જોડાવાય.

- આમ તો ગયું વિકેન્ડ ખરા અર્થમાં વિકેન્ડ બની રહ્યું ( શનિ, રવિ અને સોમ રજા માણી). શનિવારે કામ કરતા (મારા જેવા) જીવો માટે સંપૂર્ણ વિકેન્ડ એ એક જાહોજલાલી હોય છે(એમાંય ખાસ તો બપોરની ઊંઘ).

- ગયા રવિવારે “ચીકન ૬૫” ફરીથી (આ પહેલા પણ એક વખત બનાવેલ) બનાવવામાં આવી અને લાગે છે કે એ બનાવવામાં કુશળતા આવી ગઈ છે. હવે ચાઇનીઝ ક્યુઝીન પર વધુ હાથ અજમાવવાની ઈચ્છા છે.

- શનિવારે માઝ્ને ફરીથી રસી(ઓ) અપાવવામાં આવી, રસીનો ભાવ ઘટી ગયો હોય તેમ લાગ્યું (ગઈ વખત કરતા અર્ધા રૂપિયા થયા, એની એ જ રસી આપવામાં આવી તો પણ ), આ રસી ના ભાવ ક્યારે વધે અને ક્યારે ઘટે એ સમજવું ખરેખર મારી સમઝણ બહાર છે.

- આ વખતે “J. Edgar” અને “THREE MUSKETEERS” મુવી જોવામાં આવ્યા. બંને મુવી સરસ, “J. Edgar” માં Leonardo DiCaprio  નો અત્યંત અદભૂત અભિનય.

- શિયાળાની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી હોય તેમ જણાય છે.

મિત્રો નું આમંત્રણ અને મૂંઝવણ, ગુગલ ચેક, ઈદે મિલાદ

with 2 comments

- હાલ થોડા સમય (કેટલીક મિનીટ) પહેલા એક ખાસ મિત્ર (સોહેલ)એ ફરવા જવા માટેનો કૈક પ્લાન કીધો , પરંતુ બે દિવસ અને ત્રણ રાત્રીના આ આયોજનનું મારે મારા જીવનના કાર્યકમમાં કેમ ગોઠવવું એની ભારે મૂંઝવણ અનુભવું છું.  અંગત કારણોસર જવું થોડું અઘરું લાગે છે.

- લાગે છે સવારે અને સાંજે જ શિયાળો હોય છે બાકી આખો દિવસ કૈક ખાસ ઠંડી જણાતી નથી.

- થોડા દિવસ માં વડોદરાની મુલાકાત લેવામાં આવશે.

- ગઈકાલે ગુગલ તરફથી ચેક આવી ગયો અને એક મહેચ્છા પૂરી થઇ.

- ગયા રવિવારે (ઈદે મિલાદ) નિમિત્તે મમ્મી -પપ્પા ની મુલાકાત થી રવિવાર સુધરી ગયો. યાસ્મીન અને માઝને પણ ખુબ ગમ્યું.

Written by હમઝા ઘાંચી

February 7, 2012 at 3:16 pm

નોટબુક, રાજકોટ અમુલ દૂધ, પીનટ્રેસ્ટ

with 8 comments

- “ધ નોટબુક” નામનું અદભૂત મુવી જોવાયું ( કેમ પહેલા ના જોયું એ હજુ સમજ બહાર છે.) અત્યંત સુંદર લવ સ્ટોરી.

- રાજકોટ માં વાસમારતું અમુલ દૂધ (ટી સ્પેશ્યલ) વેચવામાં આવ્યું એવા સમાચાર વાંચી જે લોકો ની સવારની ચા બગડી એમના પર અત્યંત દયા ( કે અફસોસ) ઉપજી. આટલી મોટી કંપની, આધુનિક યંત્રો, વિશાળ ફેક્ટરી પણ વાસ મારતું દૂધ વેચવા મોકલી શકે એ જાણી ને ખુબ જ અચરજ (સાથે અફસોસ) થયું.

- લાગે છે ઉનાળાની શરૂવાત હવે થવામાં છે. ઠંડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી ગયું છે.

- pintrest.com ની મુલાકાત લેવા માં આવી જો આપને પણ આપના રસના ચિત્રો, વિડીયો અને વિવિધ સામગ્રી બીજા જોડે વહેચવી હોય અને બીજા લોકો એ વહેચેલી સામગ્રી જોવી હોય તો આ સાઈટ ની મુલાકાત લેવી (જો કે જોડવા માટે આમંત્રણ જરૂરી છે તમારે જોયતું હોય તો મને આપનું ઈ-મેલ આઈડી મેસેજ કરી શકો છો.). મારા રસના વિષયો જોવા માટે  ક્લિક કરો www.pinterest.com/hamzaghanchi

સરસ રવિવાર, મુવી, સમાચારો

with 2 comments

- રવિવાર એકંદરે સારો રહ્યો. કેટલાક મુવી જોવાઈ ગયા.

- “The Rum Diary” મુવી એકંદરે સરસ. માત્ર અને માત્ર johnny depp નો અભિનય જોવા માટે જોવામાં આવ્યું. સરસ વાર્તા. મુવી જોયા બાદ એમ લાગે છે કે હવે Hunter S. Thompson  ના પુસ્તકો વાંચવા પડશે.

-” The Twilight Saga: Breaking Dawn - Part 1 ”  પણ સરસ રહ્યું. અંતે બેલા વેમ્પાયર બની જ ગઈ તે અદ્ભુત લાગ્યું. હવે પાર્ટ ૨ ની ઇન્તેજારી (આમ પાર્ટ ૪) .

- ગયા અઠવાડિયે સાધુ દ્વારા થયેલી હત્યા(ઓ)  અને પછી આત્મા હત્યાના સમાચાર ખરેખર કમકમાટી જનક હતા. નશો માણસને કેટલી હદે પાગલ બનાવી શકે છે તેનું ખતરનાક ઉદાહરણ જોવા મળ્યું. આ ઉપરાંત, આત્માહત્યા ના બનાવો ના સમાચાર પણ ખરેખર દુખદ હતા, કેમ એક પરિવાર માત્ર થોડી મુશ્કિલોનો  સાથે મળીને સામનો કરવાને બદલે ઈશ્વરને શરણે (તે પણ સહ કુટુંબ) થઇ જાય છે તે ખરેખર કાયરતા પૂર્ણ કૃત્ય છે.