સવાર સવાર માં…
આજે સવારે વહેલા ઉઠી જવાયું પણ કસરત કરવાનું ઘણું જોર આવ્યું એટલે આવતી કાલ પણ માંડી વાળ્યું
.
સવારે વહેલા ઘણા અગત્યના કામ પતી ગયા.
- ચીકનનો ભાવ વધેલો ના જોઈ તે વધારે જ લેવાઈ ગયી (શું ખબર ક્યારે ભાવ વધી જાય !)
- બાઈકનું કલચ આજે આખરે બદલાવી જ નાખ્યું જે થોડા સમય પહેલા તૂટી ગયું હતું. જોકે નવું ક્લચ ફાવતા થોડી વાર લાગી.
- માઝ જોડે સવાર સવાર માં ઘણી ગમ્મત કરી. આજનો દિવસ હવે સારો જશે એ નક્કી.
- રિલાયન્સમાં ના પાડવા છતાં થેલી પધરાવી દેવામાં આવી (ગેરસમજના કારણે). હવે વોલમાર્ટ ન આવતાં રિલાયન્સ અને બીગ બજારની સેવાથી જ ચલાવવું પડશે. Thanks To Polytics અને Corporate Cartel.
- ન્યુઝમાં એ જાણવા મળ્યું કે એક સમયે પાકિસ્તાનને ગાળો દેતા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની વેપારી ડેલીગેશનને મળ્યા અને શાલ પણ ઓઢી (સારું થયું કે ટોપી ના પહેરાવી, ભલભલાં ને ટોપી પહેરાવતા મોદીસાહેબ ટોપી તો ના જ પહેરે ને
) આ મીટીંગથી જનતા નો કોઈક ફાયદો થાય તો સારી વાત કહેવાય.
ભાઈ શ્રી હમ્ઝાભાઈ,
સવારની રામાયણ સરસ વર્ણવી છે .
આજકાલ બધા એક બીજાને ટોપીઓ પહેરાવવામાં જ પડયા છે.
ટોપી= પીટો અને પાઘડી= પા- ઘડી બન્ને ખાવાના શબ્દો છે. સમજી જાવને!
પરાર્થે સમર્પણ
December 12, 2011 at 4:06 am
ખરેખર, મારા મત મુજબ ટોપી અને પાઘડી નો ઉપયોગ પણ આજકાલ રાજકારણમાં સારી રીતે થાય છે.
હમઝા ઘાંચી
December 13, 2011 at 1:59 pm
ભાઈ હમઝા તારી આ પોસ્ટ વાંચી ને ખરેખર બવ જ આનંદ થયો. બસ આ જ રીતે લખતો રેહ્જે તારા રોજ ના કામ. અને નરેન્દ્ર મોદી વિશે તો જોરદાર લખ્યુ છે .
Asfakhusen Ghanchi
February 7, 2012 at 12:47 pm
ભાઈશ્રી અશફાક , તને ગમ્યું એ બદલ આભાર.
હમઝા ઘાંચી
February 10, 2012 at 6:47 pm