મારા વિષે
હમઝા માટે ટેકનોલોજી તેમજ ગેજેટ્સ એ રસ નો વિષય. એ સિવાય વેબસાઈટ અને ઈન્ટરનેટ માં ઊંડો રસ. કામકાજ પણ એ જ. MCA દ્વારા કમ્પ્યુટર નિષ્ણાંત. ફરવાનો ખુબ જ શોખ અને નવા સ્થળો તેમજ નવું ભોજન (જે ક્યારેય ના આરોગ્યું હોય એવું) જમવાનો તેમજ બનાવવાનો (કુકિંગ) નો પણ શોખ.
હવે બ્લોગ પર વળીએ,
આ બ્લોગ મારા પોતાના વિચારો અને રોજ બરોજ ના રસપ્રદ પ્રસંગો વિષે છે. આશા છે કે આ બ્લોગ વાંચવાની મઝા આવશે તમને.
શોખ:
- નવી ટેકનોલોજી ને લગતી માહિતી મેળવતા રહેવું અને શક્ય થાય તો બીજા ને પણ કહેવું.
- આ સિવાય નવા સ્થળો ની માહિતી મેળવવી અને ત્યાં જવા વિષે વિચારવું (શક્ય હોય તો જવું પણ)
- નવા ભોજનો જમવા તેમજ જાતે બનાવતા પણ શીખવું (વાંચીને કે વિડીઓ જોઇને).
સંપર્ક માટે જુઓ, આ બ્લોગનું સંપર્ક પાનું.
જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો કે યાદગીરીઓ સમય જતા ભુલાઇ જાય છે અથવા ખોવાઇ જતી હોય છે. જીવન દરમ્યાન બનેલા સારા-નરસા બનાવોને સાચવવા અને વાગોળવા લગભગ દરેકને ગમે. આપનો હેતુ જ એ છે એટલે વધુ કંઇ કહેવુ નથી.
આપને વાંચવા ચોક્કસ ગમશે. નિયમિત લખતા રહેજો અને નીરંતર વિકસતા રહેજો.. ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.
–
દર્શિત, અમદાવાદ.
બગીચાનો માળી
December 3, 2011 at 11:11 pm
દર્શીતભાઈ, પહેલાં તો ગુજરાતી બ્લોગજગત માં આપના આવકાર બદલ આભાર. તમે એકદમ સાચી વાત કહી, મારા મત મુજબ રોજબરોજના બનાવો ને ક્યાંક લખી રાખ્યા હોય અને ક્યારેક ઘણા સમય પછી તે જોઈએ(વાંચીએ) એટલે અનેરો આનંદ મળે છે. આપનો બ્લોગ (બગીચો) પણ ખરેખર ખુબ જ રસપ્રદ છે. મળતા રહીશું !
હમઝા ઘાંચી
December 5, 2011 at 11:50 am