હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

ગેમ, મુવીઝ, સ્વીમ

રીયલ ટાઇમ ગેમ નો ફરી ચસ્કો લાગ્યો છે. “એમ્પાયર અર્થ” (આમ તો ઘણી જૂની ગેમ છે) રમવા માટે  માઉસ ફરી રી-એક્ટીવેટ કરવામાં આવશે. આમ પણ એ ગેમમાં પોતાની મિસાઈલ કોઈ બીજા દેશ પર છોડવાની મઝા જ કઈ ઓર હોય છે (ક્યારેક અણુ હુમલા પણ કરી શકાય) ;) .

“હેટ સ્ટોરી” જોવામાં આવ્યું પણ કંઈ ખાસ સારું ના લાગ્યું અને “શેરલોક હોમ્સ : ગેમ ઓફ શેડોસ” સરસ લાગ્યું, પણ પહેલા ભાગ જેટલી મઝા ના આવી.

તરવાનું શીખવાનું હજુ બાકી છે, સ્નાનાગાર જોડે જલ્દી મીટીંગ ફિક્સ કરવી પડશે એમ લાગે છે (જે સમયના અભાવે રહી જાય છે :( )

Written by હમઝા ઘાંચી

April 26, 2012 at 3:53 pm

એક અવસર

આજે (અ)મારા જીવનનો એક અગત્યનો દિવસ અને તે છે દ્વિતીય લગ્નતિથિ.

સદભાગ્યે આજનો દિવસ યાદ રહ્યો અને સવારે યાસુને વિશ કરાયું (જોકે એ યાસુએ જ યાદ અપાવ્યું હતું) ;)

આજના દિવસ નિમિતે એટલું જરૂર કહીશ કે ઉજવણી કરવા માટે ઘણા આયોજન કર્યાં હતા (જેમ કે ગોવા કે શિમલા જઈશું એવું વિચાર્યું હતું)પરંતુ માઝ હજુ અમને ઉજવણી કરવાની પરવાનગી આપતો નથી(એ ઘણો નાનો છે એટલે), એટલે ખાસ તો કઈ નઈ પણ ઘરે જ નાનકડી મિજબાની ગોઠવી દીધેલ છે.

Written by હમઝા ઘાંચી

April 24, 2012 at 6:14 pm

ઉનાળાનો વરસાદ, કેક, આતાનો લેખ

- આજે ભર ઉનાળામાં ચોમાસાની સીજન જોવા (માણવા) મળી. લગભગ રાત થી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પણ લાગે છે આના લાભ કરતા ગેરલાભ વધુ થવાના. જેમ કે કેરીનો પાક બગડી જવાનો ભય રહેશે (તેમજ બીજા ઘણા બધા ઉનાળુ પાક બગડી જવાનો ભય રહેવાનો). અંતે મોંઘવારી વધશે જે હવે ભોગ્યે જ છુટકો.

- યાસુએ સરસ કેક બનાવ્યું જે એકદમ સફળ પ્રયોગ રહ્યો અને આરોગવાની મઝા આવી ગઈ; ટૂંક સમયમાં ઓવન થી થતા ફાયદા (કે સુવિધા) વિષે લખવામાં આવશે.

- આતાનો આ લેખ વાંચવા જેવો છે “ડામરનું પીપ” (બીજા ઘણા બધા રસપ્રદ લેખ એમના બ્લોગ પર ઉપલબ્ધ છે)

 

UPDATE:

Link Updated

ભૂકંપ, ઓવન, ક્રોમા સ્ટોર, કહાની

-ગયા શનિવારે સવારે ૮.૫૩ વાગ્યે ભૂકંપ નો અમુક સેકંડ સુધી અનુભવ થયો અને ૨૬ મી જાન્યુઆરીની યાદ તાજી થઇ ગઈ.

-આખરે ઓવન લઇ લેવામાં આવ્યું પસંદગી પડી બજાજ ના ૨૦ લીટરના OTG ઓવન પર. ચીકન ટીક્કા વાનગી બનાવીને ઓવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચાલો હવે દરેક જાતની તંદુરી વાનગી બનાવવામાં સગવડતા રહેશે.

- જોકે ક્રોમા સ્ટોરમાંથી કોઈપણ વસ્તી ખરીદતી વખતે એ ધ્યાન રાખવું કે તમને આપેલા બોક્સ માં ઉપકરણની સ્થિતિ કેવી છે, કૈક ડેમેજ તો નથી ને એ ખાસ જોઈ લેવું. મને ખરીદી પછી કપરી પરીસ્થીતીનો સામનો કરવો પડ્યો કેમ કે મને ડેમેજ પીસ પધરાવી દેવામાં આવ્યું હતું, ઘરે જઈને બોક્સ ખોલતા ઓવન પર મસમોટો ગોબો જણાયો, ઓવન તરતજ પેક કરીને પાછુ સ્ટોર પર લઇ જવું પડ્યું, અને ત્યાં ડેમેજ પીસ બદલી દેવામાં આવ્યું. એટલે કોઈ પણ વસ્તુ લેતા પહેલા તે બરાબર ચકાસી લેવી જેથી કોઈ ધરમ ધક્કા ના પડે.

- માઝ અને યાસુ ને સાથે સાંજે ઇસ્કોન મોલમાં ફરવા ગયા, જ્યાં ખાસ તો માઝ માટે અમુક સામગ્રી લેવાની હતી જેમ કે કપડા, રમકડા અને બીજું ઘણું બધું જે કિડ્સ ઝોન (જે ત્યાં આમ તો નાનકડો સ્ટોર હતો, આના કરતા વિજય ચાર રસ્તા પરનો સ્ટોર વધુ મોટો હતો)માં થી લેવાનું થયું. ત્યાંથી રિલાયન્સ મોલમાંથી ઓવન માટેની સામગ્રી (બેકવેર) ખરીદવી હતી પણ એવી કોઈ આઈટમ જોવા ના મળી. :(

- આમ રવિવાર એકંદરે વ્યસ્ત રહ્યો, રાત્રે “કહાની” મુવી જોવામાં આવ્યું જે ખુબજ રસપ્રદ હતું.

ઓવન, માઝની બાઈક સવારી, ક્રેડીટ કાર્ડ, મુવી

* ગયા રવિવારે ઓવન(OTG) ખરીદવાની પળોજણમાં પડયું, મોટેભાગે કોઈ પણ શોપ માં બે થી વધુ બ્રાંડના ઓવન ના જોવા મળ્યા. લાગે છે હજુ થોડી રાહ જોવી પડશે  સારા વિકલ્પો માટે.

* માઝની પ્રથમ (યાસુની પણ છ મહિના પછીની પ્રથમ) બાઈક રાઈડ એકંદરે સરસ રહી (આ ઓવન ખરીદવાના ચક્કરમાં એને સરસ ફરવા મળી ગયું). જોકે બપોરનો સમય હોવાથી ચાલુ બાઈક માં સુઈ ગયો.

* ક્રેડીટ કાર્ડ તમને અત્યંત ખર્ચાળ બનાવી દે છે(સ્વ અનુભવ). હવે તો તેને ઘરે રાખવામાં જ ભલાઈ છે.

* થોડા દિવસો પહેલા ઘોસ્ટ રાઈડર ૨ અને મિશન ઈમ્પોસીબલ ૪ જોવામાં આવી, જેમાં MI4 અત્યંત સુંદર (અનીલ કપૂરનો કાર્ટુન જેવો રોલ) હતી. જયારે ઘોસ્ટ રાઈડર ૨ માં  પહેલા ભાગ જેવી મજા નાં આવી (અંતમાં શેતાનને પાતાળમાં કેવી રીતે મોકલી દેવામાં આવે છે તે પણ એક જ સાંકળ ના ઝાટકે, એ વાત હજમ જ ના થઇ).

* આ રવિવારે યાસુ એ સ્વાદિષ્ટ નિહારી (એક વાનગી) બનાવી, ખુબ મજા આવી ગઈ.

* અમદાવાદમાં બી.આર.ટી.એસ. ને કારણે રસ્તા સાંકડા કરવાનું કામ પુરજોશમાં ચાલુ છે. (યુનીવર્સીટી રોડ સાંકડો થઇ રહ્યો છે)

* ગરમીનો પારો ખુબજ વધી રહ્યો છે (અને કેરીનો ભાવ પણ આસમાને પહોચેલ છે).

* જો તમે મીઠાઈના શોખીન હોવ તો મુંબઈના પ્રખ્યાત અફલાતુન(અને બીજી ઘણી બધી મીઠાઈઓ)  મંગાવવા www.sulemanmithaiwala.com પર ઓનલાઈન ઓર્ડર આપવા જેવો છે. (આ જાહેરાત ના સમજવી, મેં પોતે મંગાવી છે એટલે શેર કરું છુ)

* દુધના ભાવ ફરી થી વધવાના છે (પેટ્રોલના પણ વધવામાં જ છે), જેથી હવે બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી થઇ ગયો છે.