Posts Tagged ‘અનુભવ’
ઓફીસ ઓફીસ
- તાજેતરમાં થયેલ પંકજ કપૂર ની સીરીયલ “ઓફીસ ઓફીસ ” જેવી પરિસ્થિતિનો સાક્ષાત અનુભવ. વાત એમ હતી કે માઝનું અંગ્રેજીમાં બર્થ-સર્ટી લેવાનું હતું (મુર્ખ અધિકારીઓની ભૂલને કારણે ઘણા સુધારા વધારા કરાવવા પડ્યા હતા). સરખેજ વોર્ડ ની ઓફીસ માં સમય સર પહોચી જવાયું પરંતુ ઓફીસ સ્ટાફ પ્રમાણે ” નેટ બંધ છે એટલે કાલે આવો ” નો જવાબ મળ્યો. ઓફીસમાં મોડા પહોચવાની પરવાનગી હોવાથી ઉતાવળ માં નક્કી કર્યું કે બીજા વોર્ડની ઓફીસમાં થી સર્ટી લઇ લેવું. વાસણા ઓફીસ માં (જેનું સરનામું શોધતા ખુબ વાર લાગી) અંતે સર્ટીફીકેટ મળી જ ગયું જે મેળવવા માટે બે મહિના થી ચક્કર કાપવામાં આવી રહ્યા હતા.
- ગયા વિકેન્ડ માં ઘણા મુવી જોવાઈ ગયા જેમાં “cowboys vs aliens” સરસ લાગ્યું.