હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘આકાશ tablet

આકાશ tablet, ચોખરું, ઉતરાયણ, તરણ-કળા

- આકાશ tablet કે દુ નું બુક કરાવી નાખ્યું છે પણ લાગતું નથી કે હાથ માં આવશે.

- ગયા રવિવારે ઘાંચી સમાજના ચોખરા (સમૂહ લગ્ન) પ્રસંગે વ્યસ્ત રહેવાયું. એકદમ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ઘાંચી સમાજની નવી વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી (જે મારા ખાસ મિત્ર અશફાક ઘાંચી દ્વારા નિર્મિત છે. ) .

- આ વખતે ઉતરાયણ ની ઉજવણી મિત્રો (અશફાક, સોહેલ) તેમજ પરિજનો સાથે કરવાની ખુબ મઝા આવી. ઊંધિયાનો સ્વાદ દાઢમાં રહી ગયો.

- જો કોઈને અમદાવાદમાં સ્વીમીંગ ક્યાં શીખી શકાય તે વિષે કોઈ માહિતી હોય તો જણાવવા વિનંતી(૨૦૧૨માં પુર કે જળ-પ્રલય જેવું કંઇક આવે તો તરતા તો આવડે એ માટે પૂર્વ તૈયારી કરવી છે.).

- ઉતરાયણ ના કેટલાક ચિત્રો:

This slideshow requires JavaScript.

- આ બ્લોગ ભૂલ થી વર્ડપ્રેસ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ડપ્રેસ ને ભૂલ સમજતા ફરીથી પુનઃસક્રિય કરી દીધો (જો કે મેં આપેલી એક નાનકડી સુચના બાદ).

Written by હમઝા ઘાંચી

January 24, 2012 at 10:22 am