હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘આળસ

મુવી, શિયાળા ની આળસ, ઈન્ટરનેટ અને ઓછી રજા

- ગયા અઠવાડિયે એક સરસ મુવી જોઈ “awakenings” (૧૯૯૦). રોબર્ટ ડી નીરો અને રોબીન વિલિયમ્સ starring  અદભુત અભિનય સભર મુવી. આ મુવીમાં એક અપંગ વ્યક્તિ જે જરા પણ હાલી ચાલી શકવા અસમર્થ હોય છે તે એક ચમત્કારિક(?) દવાથી સારી થઇ જાય અને તેમાં ચેતના નો સંચાર થાય છે. તેમજ આ સમય દરમ્યાનના અનુભવો ખુબ સરસ રીતે વર્ણવ્યા છે. આ ઉપરાંત પણ આ મુવી માં ઘણું બધું જોવા લાયક છે.

- નવું ઈન્ટરનેટ કનેક્શન લેવા માં આવ્યું ૪ એમબીપીએસ નું . જોઈએ હવે તેમાં ડાઉનલોડ સ્પીડ કેટલી આવે છે.

- આ મહિના માં ઉતરાયણની એક રજા જ મળશે એ પણ શનિવારે (૧૫ જાન્યુઆરીએ રવિવાર :( ) . વર્ષ ની શરૂઆત માં જ  એક રજા નો વ્યય.

- ઠંડી નું પ્રમાણ ભયંકર છે અને સવારે કસરત કરવાનું આવતા મહિના પર મુલતવી રાખવામાં આવ્યું છે[ શિયાળાની સવાર તેમ જ આળસ ને કારણે ! ].