Posts Tagged ‘ઉત્તરાયણ’
આકાશ tablet, ચોખરું, ઉતરાયણ, તરણ-કળા
- આકાશ tablet કે દુ નું બુક કરાવી નાખ્યું છે પણ લાગતું નથી કે હાથ માં આવશે.
- ગયા રવિવારે ઘાંચી સમાજના ચોખરા (સમૂહ લગ્ન) પ્રસંગે વ્યસ્ત રહેવાયું. એકદમ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ઘાંચી સમાજની નવી વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી (જે મારા ખાસ મિત્ર અશફાક ઘાંચી દ્વારા નિર્મિત છે. ) .
- આ વખતે ઉતરાયણ ની ઉજવણી મિત્રો (અશફાક, સોહેલ) તેમજ પરિજનો સાથે કરવાની ખુબ મઝા આવી. ઊંધિયાનો સ્વાદ દાઢમાં રહી ગયો.
- જો કોઈને અમદાવાદમાં સ્વીમીંગ ક્યાં શીખી શકાય તે વિષે કોઈ માહિતી હોય તો જણાવવા વિનંતી(૨૦૧૨માં પુર કે જળ-પ્રલય જેવું કંઇક આવે તો તરતા તો આવડે એ માટે પૂર્વ તૈયારી કરવી છે.).
- ઉતરાયણ ના કેટલાક ચિત્રો:
This slideshow requires JavaScript.
- આ બ્લોગ ભૂલ થી વર્ડપ્રેસ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ડપ્રેસ ને ભૂલ સમજતા ફરીથી પુનઃસક્રિય કરી દીધો (જો કે મેં આપેલી એક નાનકડી સુચના બાદ).
મુવી, શિયાળા ની આળસ, ઈન્ટરનેટ અને ઓછી રજા
- ગયા અઠવાડિયે એક સરસ મુવી જોઈ “awakenings” (૧૯૯૦). રોબર્ટ ડી નીરો અને રોબીન વિલિયમ્સ starring અદભુત અભિનય સભર મુવી. આ મુવીમાં એક અપંગ વ્યક્તિ જે જરા પણ હાલી ચાલી શકવા અસમર્થ હોય છે તે એક ચમત્કારિક(?) દવાથી સારી થઇ જાય અને તેમાં ચેતના નો સંચાર થાય છે. તેમજ આ સમય દરમ્યાનના અનુભવો ખુબ સરસ રીતે વર્ણવ્યા છે. આ ઉપરાંત પણ આ મુવી માં ઘણું બધું જોવા લાયક છે.
- નવું ઈન્ટરનેટ કનેક્શન લેવા માં આવ્યું ૪ એમબીપીએસ નું . જોઈએ હવે તેમાં ડાઉનલોડ સ્પીડ કેટલી આવે છે.
- આ મહિના માં ઉતરાયણની એક રજા જ મળશે એ પણ શનિવારે (૧૫ જાન્યુઆરીએ રવિવાર
) . વર્ષ ની શરૂઆત માં જ એક રજા નો વ્યય.
- ઠંડી નું પ્રમાણ ભયંકર છે અને સવારે કસરત કરવાનું આવતા મહિના પર મુલતવી રાખવામાં આવ્યું છે[ શિયાળાની સવાર તેમ જ આળસ ને કારણે ! ].