હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘કસરત

૨૦૧૨ની શરૂઆત

આખરે ૨૦૧૨ ની શરૂઆત થઇ ગયી. મારા બધા બ્લોગ વાચકો ને “હેપી ન્યુ યાર (જો કે થોડો મોડો પડ્યો)”

- ૩૧ ડીસેમ્બરે ઓફીસ તરફથી ઘણી activity  games આયોજિત હતી. જેમાં મેં એક પેન્સિલ પોટ્રેટ બનાવ્યું.

- આ ઉપરાંત ગુજરાત કોલેજના મેદાન માં બેડમિન્ટન, ક્રિકેટ જેવી રમતોની મજા માણી.

- નવા વર્ષ ની શરૂઆત ઘરે મુવી જોતા જોતા કરી (મારી પ્રિય  સેટર ડે નાઈટ) રોબર્ટ ડી નીરો નું “The Dear  hunter ”. અદ્ભુત મુવી .

-નવા વરસની પ્રતિજ્ઞા અનુસાર કસરત  જલ્દી થી શરુ કરવામાં આવશે.

Written by હમઝા ઘાંચી

January 3, 2012 at 12:27 pm

શિયાળાની રાહ

ડિસેમ્બર નો પ્રારંભ થઇ ગયો આજ થી પરંતુ ઠંડીની સીઝન હજુ જોઈએ એવી જામી નથી. એવું લાગે છે કે એક અઠવાડિયામાં જરૂર માફકસરની ઠંડી પડશે. જોકે હજુ સુધી કસરત પણ ચાલુ નથી કરી. એટલીસ્ટ સવારે દોડવા જવાનો પ્લાન છે પણ દરરોજ સવારે એ વાત ભૂલી જવાય છે (મોડું ઉઠવાના કારણે). મને સવારે જોગીંગ કરવા ઉપરવાળો શક્તિ આપે તો સારું.

વિચારું છું કે આ બ્લોગ લખવાની શરુઆત મારે ઘણા સમય પહેલા કરવાની જરૂર હતી. આપણી ભાષામાં લખવાની અને વાંચવાની મઝા જ  કઈ ઓર હોય છે. આજે ગુજરાત બંધ ( કે અમદાવાદ બંધ ? ) એવી વાત સાંભળી પણ મને બંધ જેવું કઈ લાગ્યું નથી, બધું ચાલુ જ છે. આમ પણ બંધ રાખીને ધંધા અને માનવકલાકોના બગાડ સિવાય કંઈ જ ઉપજતું નથી. બંધ પર જ પ્રતિબંધ આવી જવો જોઈએ એવું હું માનું છું.

Written by હમઝા ઘાંચી

December 1, 2011 at 11:12 am