હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘કેએફસી

મહિનાનો છેલ્લો દિવસ, બાય બાય નવેમ્બર !

આજે ૩૦ તારીખ એટલે કે મહિનાનો છેલ્લો દિવસ, આમ તો નવેમ્બરમાં ઠંડી ની સારી એવી શરૂઆત થઇ જતી હોય છે જે આ વખતે એટલી જોવા ના મળી. કદાચ ડીસેમ્બરમાં જોવા મળશે(ગ્લોબલ વોર્મિંગ ના પ્રતાપે).

ગઈકાલે રાત્રે દુકાનમાં ચીકનના ભાવ ઘટી ગયેલા જોતા આનંદ થયો અને થોડી વધારે જ લેવાઈ ગયી. સાથે સાથે વેફરનું મશીન પણ લઇ જ લીધું. ઘરે જતા જ ઈન્ટરનેટ પર વાંચેલી એક રેસીપી ટ્રાય કરી જોઈ. રેસીપી પણ કંઈક સારી જ હતી વેફર બનાવવાની એ પણ ઓઈલ ફ્રી (માઈક્રોવેવ માં). આમ તો લાગ્યું હતું કે સારી વેફર બનશે પરંતુ ડીશમાં ગ્રીઝીંગ ના કર્યું એટલે અમુક વેફર ચોટી ગઈ જે ઉખેડતા ઘણી મેહનત પડી. તો પણ એક્સ્પીરીમેંટ મહદઅંશે સફળ રહ્યો અને શ્રીમતીજીને પણ ઓઈલ-ફ્રી સ્નેક ભાવ્યું.

રાત્રે “સોર્સ કોડ” પતાવવામાં સવારે મોડા ઉઠાયું (મુવી સારું હતું અને બીજો ભાગ જરૂર બનશે એવું અંતમાં જણાઈ આવ્યું) એટલે ઓફીસ જતા ટ્રાફિક ઘણો નડ્યો. ઉતાવળમાં ટીફીન પણ ના લેવાયું. લાગે છે બપોરે બહારનો કચરો (જંક ફૂડ) આરોગવો પડશે.

આવતી કાલે અમદાવાદમાં કે એફ સી ખુલશે એવું ફેસબુક ના એક પેજ પર વાંચ્યું (એક ભાઈએ એમાં એમ પણ  લખ્યું છે કે ખુલી પણ ગયું). જોઈએ હવે ખુલે છે કે નહિ, કે ફરી તારીખ લંબાય છે.

Written by હમઝા ઘાંચી

November 30, 2011 at 11:32 am