Posts Tagged ‘જોગીંગ’
શિયાળાની રાહ
ડિસેમ્બર નો પ્રારંભ થઇ ગયો આજ થી પરંતુ ઠંડીની સીઝન હજુ જોઈએ એવી જામી નથી. એવું લાગે છે કે એક અઠવાડિયામાં જરૂર માફકસરની ઠંડી પડશે. જોકે હજુ સુધી કસરત પણ ચાલુ નથી કરી. એટલીસ્ટ સવારે દોડવા જવાનો પ્લાન છે પણ દરરોજ સવારે એ વાત ભૂલી જવાય છે (મોડું ઉઠવાના કારણે). મને સવારે જોગીંગ કરવા ઉપરવાળો શક્તિ આપે તો સારું.
વિચારું છું કે આ બ્લોગ લખવાની શરુઆત મારે ઘણા સમય પહેલા કરવાની જરૂર હતી. આપણી ભાષામાં લખવાની અને વાંચવાની મઝા જ કઈ ઓર હોય છે. આજે ગુજરાત બંધ ( કે અમદાવાદ બંધ ? ) એવી વાત સાંભળી પણ મને બંધ જેવું કઈ લાગ્યું નથી, બધું ચાલુ જ છે. આમ પણ બંધ રાખીને ધંધા અને માનવકલાકોના બગાડ સિવાય કંઈ જ ઉપજતું નથી. બંધ પર જ પ્રતિબંધ આવી જવો જોઈએ એવું હું માનું છું.