Posts Tagged ‘પ્રથમ પોસ્ટ’
સ્વ પરિચય : એક નવી શરૂઆત વિષે
આજે ઘણા ટાઈમ પછી બ્લોગ લખવાનો વિચાર સ્ફુર્યો.. એ પણ ગુજરાતી માં. મારો પરિચય આપવાની શરૂઆત કરું.મારું નામ હમઝા ઘાંચી છે. જુદા જુદા ક્ષેત્રો માં મારો રસ છે જેમાં ગુજરાતી ભાષા તેમજ ટેકનોલોજી , વિજ્ઞાન અને બીજી ઘણી બાબતો નો સમાવેશ થાય છે. મારા ભણતર વિષે ની વાત ફરી ક્યારેક (ઓછુ ભણેલો ના માનતા !). આ બ્લોગ માં હું મારા વિચારો જણાવીશ. આશા છે કે તમને ગમશે .
આજે આ પ્રથમ પોસ્ટ માં શું લખવું એ જ વિચારી રહ્યો છું પણ મગજ ચકરાવે ચઢી ગયું છે એટલે કઈ સૂઝતું નથી. શક્ય છે કે કાલે મગજ બરાબર કામ કરતુ થઇ જાય.
ચાલો પાછા ઓફીસ ના કામ માં વળગીએ !