Posts Tagged ‘બાઈક’
ઓવન, માઝની બાઈક સવારી, ક્રેડીટ કાર્ડ, મુવી
* ગયા રવિવારે ઓવન(OTG) ખરીદવાની પળોજણમાં પડયું, મોટેભાગે કોઈ પણ શોપ માં બે થી વધુ બ્રાંડના ઓવન ના જોવા મળ્યા. લાગે છે હજુ થોડી રાહ જોવી પડશે સારા વિકલ્પો માટે.
* માઝની પ્રથમ (યાસુની પણ છ મહિના પછીની પ્રથમ) બાઈક રાઈડ એકંદરે સરસ રહી (આ ઓવન ખરીદવાના ચક્કરમાં એને સરસ ફરવા મળી ગયું). જોકે બપોરનો સમય હોવાથી ચાલુ બાઈક માં સુઈ ગયો.
* ક્રેડીટ કાર્ડ તમને અત્યંત ખર્ચાળ બનાવી દે છે(સ્વ અનુભવ). હવે તો તેને ઘરે રાખવામાં જ ભલાઈ છે.
* થોડા દિવસો પહેલા ઘોસ્ટ રાઈડર ૨ અને મિશન ઈમ્પોસીબલ ૪ જોવામાં આવી, જેમાં MI4 અત્યંત સુંદર (અનીલ કપૂરનો કાર્ટુન જેવો રોલ) હતી. જયારે ઘોસ્ટ રાઈડર ૨ માં પહેલા ભાગ જેવી મજા નાં આવી (અંતમાં શેતાનને પાતાળમાં કેવી રીતે મોકલી દેવામાં આવે છે તે પણ એક જ સાંકળ ના ઝાટકે, એ વાત હજમ જ ના થઇ).
* આ રવિવારે યાસુ એ સ્વાદિષ્ટ નિહારી (એક વાનગી) બનાવી, ખુબ મજા આવી ગઈ.
* અમદાવાદમાં બી.આર.ટી.એસ. ને કારણે રસ્તા સાંકડા કરવાનું કામ પુરજોશમાં ચાલુ છે. (યુનીવર્સીટી રોડ સાંકડો થઇ રહ્યો છે)
* ગરમીનો પારો ખુબજ વધી રહ્યો છે (અને કેરીનો ભાવ પણ આસમાને પહોચેલ છે).
* જો તમે મીઠાઈના શોખીન હોવ તો મુંબઈના પ્રખ્યાત અફલાતુન(અને બીજી ઘણી બધી મીઠાઈઓ) મંગાવવા www.sulemanmithaiwala.com પર ઓનલાઈન ઓર્ડર આપવા જેવો છે. (આ જાહેરાત ના સમજવી, મેં પોતે મંગાવી છે એટલે શેર કરું છુ)
* દુધના ભાવ ફરી થી વધવાના છે (પેટ્રોલના પણ વધવામાં જ છે), જેથી હવે બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી થઇ ગયો છે.
સવાર સવાર માં…
આજે સવારે વહેલા ઉઠી જવાયું પણ કસરત કરવાનું ઘણું જોર આવ્યું એટલે આવતી કાલ પણ માંડી વાળ્યું
.
સવારે વહેલા ઘણા અગત્યના કામ પતી ગયા.
- ચીકનનો ભાવ વધેલો ના જોઈ તે વધારે જ લેવાઈ ગયી (શું ખબર ક્યારે ભાવ વધી જાય !)
- બાઈકનું કલચ આજે આખરે બદલાવી જ નાખ્યું જે થોડા સમય પહેલા તૂટી ગયું હતું. જોકે નવું ક્લચ ફાવતા થોડી વાર લાગી.
- માઝ જોડે સવાર સવાર માં ઘણી ગમ્મત કરી. આજનો દિવસ હવે સારો જશે એ નક્કી.
- રિલાયન્સમાં ના પાડવા છતાં થેલી પધરાવી દેવામાં આવી (ગેરસમજના કારણે). હવે વોલમાર્ટ ન આવતાં રિલાયન્સ અને બીગ બજારની સેવાથી જ ચલાવવું પડશે. Thanks To Polytics અને Corporate Cartel.
- ન્યુઝમાં એ જાણવા મળ્યું કે એક સમયે પાકિસ્તાનને ગાળો દેતા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની વેપારી ડેલીગેશનને મળ્યા અને શાલ પણ ઓઢી (સારું થયું કે ટોપી ના પહેરાવી, ભલભલાં ને ટોપી પહેરાવતા મોદીસાહેબ ટોપી તો ના જ પહેરે ને
) આ મીટીંગથી જનતા નો કોઈક ફાયદો થાય તો સારી વાત કહેવાય.
આજના દિવસ ની શરુઆત અને એફડીઆઈ નો ગેરવ્યાજબી વિરોધ
આજે વહેલા ઉઠી જવાયું, રાત્રે મોડા સુધી મુવી જોયું તો પણ ! “સોર્સ કોડ” રસપ્રદ લાગ્યું પરંતુ પૂરું ના જોવાઈ શકાયું, કદાચ આજે પતશે. સવારમાં ઠંડી નું પ્રમાણ વધી ગયું એ આજે જ ખબર પડી, નાસ્તો લેવા જતી વખતે. હવે લાગે છે કે જેકેટ ને ન્યાય આપવો પડશે.
સવાર સવાર માં ઓફીસ જતી વખત બાઈક નું ક્લચ તૂટી ગયેલું લાગ્યું, આજ કાલ સ્ટીલ ના ક્લચની જગ્યાએ બીડ ના ક્લચ આવે છે જે ખરેખર ખુબ જ તકલાદી હોય છે. ફેવિકોલ લગાવવાની કોશિશ કરી જોઈ પરંતુ એ ભૂલી જવાયું કે ગ્રીસ લાગેલું હોય ત્યાં ફેવિકોલ નકામું. નવા ક્લચ પર પસંદગી ઉતારવી રહી. તો પણ તૂટેલું ક્લચ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવવું જ.
મારા બીજા બ્લોગ માં પેજ-રેન્ક ચાર નો છે જે ગર્વ લેવા જેવી વાત ગણાય. જો ટેકનોલોજી બ્લોગ માં રસ હોય તો જુવો ટેકનોસર્ફર.કોમ.
આજે કંઈક નવું મુકીશ એ બ્લોગ માં કદાચ (સમય મળ્યો તો).
સવારે ટીવી માં ન્યુઝ જોયા કે એફડીઆઈ નો ભરપુર વિરોધ થઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે જો બીગ-બજાર અને રિલાયન્સ જેવી કંપની મોલ ખોલી શકે અને ભરપુર કમાઈ શકે તો અમેરિકા ની વોલમાર્ટ કંપનીને પણ આવા દો. કેમ કે એ કંપનીઓની સ્પર્ધા માં આપણો જ ફાયદો છે એનું મને લાગે છે. આમ પણ આ વિરોધ કરવા માટે આ રિલાયન્સ અને બીગ-બજાર જેવી કંપનીઓ જ ફંડ પૂરું પડતી હશે જેનાથી તેમના વેપાર ને કોઈ નુકશાન ના થાય અને ઓછી ગુણવત્તાવાળો માલ ગ્રાહકો ને પધરાવી શકે. વેપારમાં જો તમારે ટકવું હોય તો સ્પર્ધાનો સામનો કરવો જ રહ્યો. વિરોધ કરવાથી કોઈ પણ પ્રકારનો વિકાસ થવાનો નથી. સરકાર ભાગ્યેજ સારા નિર્ણયો કરે છે જેને બિરદાવવાની જગ્યા એ વિરોધ કરવામાં આવે એ સારી બાબત નથી.
હમણાં થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં કેએફસી નો વિરોધ થતો હતો જે કદાચ શમી ગયો લાગે છે, નોન-વેજ આઉટલેટ નો આટલો વિરોધ કેમ ? આમ પણ અમદાવાદ માં કદાચ હજારની સંખ્યા ને પણ આંબી જાય એટલી નોન-વેજ હોટલો ખુલી ચુકી છે તો આ આઉટલેટ નો વિરોધ નિરર્થક છે. હવે ખાવા પીવા માં પણ વિરોધ થાય એ ખરેખર ગેરવ્યાજબી છે (પીવા નો વિરોધ વ્યાજબી છે ). બીજા લોકો નોન-વેજ ખાય એમાં વિરોધીઓ ના પેટ માં કેમ દુખે ?