Posts Tagged ‘બી.આર.ટી.એસ.’
શિયાળાની તૈયારી, બી.આર.ટી.એસ.
બે દિવસથી ઠંડીનો ચમકારો વધતા અગમચેતી રૂપે તૈયારી શરુ કરી દીધી.
- માઝ માટે સ્વેટર , હાથ મોજા, પગ મોજાં, ટોપી અને ગરમ પાટલુન તૈયાર કરવામાં આવી.
- યાસુ માટે પણ સ્વેટર અને ગરમ મોજાં કાઢવામાં આવ્યા.
- મારી માટે પણ આજે જ તિબેટીયન માર્કેટ ની મુલાકાત (૧૨.૩૦ કલાકે ) લઇ જાતે જેકેટ ખરીદવામાં આવ્યું. એકંદરે સરસ “લુક લાઈક લેધર” બ્રાઉન જેકેટ(લેધર નો ભાવ અધધધ હતો).
આખરે, આજે સવારે નાના પાયે કસરત શરુ કરવામાં આવી. થોડા દિવસ પહેલા “પાંચ (૨૦૦૩) ” મુવી જોયું , એકંદરે સરસ મુવી જોકે અંત જરાક અટપટો લાગ્યો.
હાલમાં (અને જ્યાર થી બી.આર.ટી.એસ. નું આયોજન થયું ત્યારથી) અમદાવાદ માં બી.આર. ટી.એસ ના કારણે મોટા રસ્તાઓ ને સાંકળા કરવામાં આવી રહ્યા છે જે અત્યંત ચિંતાજનક છે. મારા મત મુજબ સામાન્ય વાહનવ્યવહાર આ બી.આર.ટી.એસ ના કારણે ઘણો અવરોધાય છે . અમદાવાદ માં બી.આર. ટી.એસ ની કોઈ જરૂર લગતી નથી(મારા મત મુજબ) કેમ કે એ.એમ.ટી.એસ ની સુવિધા ઉપલબ્ધ જ છે સમગ્ર શહેરમાં. તો પણ જો બી.આર.ટી.એસ. ની સેવા આપવી જ હોય તો હાલના રસ્તાઓ ને દબાણ હટાવી વધુ પહોળા કર્યા બાદ બી.આર.ટી.એસ. ટ્રેક નું આયોજન કરવું જોઈએ.