હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘મોલ

આજના દિવસ ની શરુઆત અને એફડીઆઈ નો ગેરવ્યાજબી વિરોધ

આજે વહેલા ઉઠી જવાયું, રાત્રે મોડા સુધી મુવી જોયું તો પણ ! “સોર્સ કોડ”  રસપ્રદ લાગ્યું પરંતુ પૂરું ના જોવાઈ શકાયું, કદાચ આજે પતશે. સવારમાં ઠંડી નું પ્રમાણ વધી ગયું એ આજે જ ખબર પડી, નાસ્તો લેવા જતી વખતે. હવે લાગે છે કે જેકેટ ને ન્યાય આપવો પડશે.

સવાર સવાર માં ઓફીસ જતી વખત બાઈક નું ક્લચ તૂટી ગયેલું લાગ્યું, આજ કાલ સ્ટીલ ના ક્લચની જગ્યાએ બીડ ના ક્લચ આવે છે જે ખરેખર ખુબ જ તકલાદી હોય છે. ફેવિકોલ લગાવવાની કોશિશ કરી જોઈ પરંતુ એ ભૂલી જવાયું કે ગ્રીસ લાગેલું હોય ત્યાં ફેવિકોલ નકામું. નવા ક્લચ પર પસંદગી ઉતારવી રહી. તો પણ તૂટેલું ક્લચ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવવું જ.

મારા બીજા બ્લોગ માં પેજ-રેન્ક ચાર નો છે જે ગર્વ લેવા જેવી વાત ગણાય. જો ટેકનોલોજી બ્લોગ માં રસ હોય તો જુવો ટેકનોસર્ફર.કોમ.

આજે કંઈક નવું મુકીશ એ બ્લોગ માં કદાચ (સમય મળ્યો તો).

સવારે ટીવી માં ન્યુઝ  જોયા કે એફડીઆઈ નો ભરપુર વિરોધ થઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે જો બીગ-બજાર અને રિલાયન્સ જેવી કંપની મોલ ખોલી શકે અને ભરપુર કમાઈ શકે તો અમેરિકા ની વોલમાર્ટ કંપનીને પણ આવા દો. કેમ કે એ કંપનીઓની સ્પર્ધા માં આપણો જ ફાયદો છે એનું મને લાગે છે. આમ પણ આ વિરોધ કરવા માટે આ રિલાયન્સ અને બીગ-બજાર જેવી કંપનીઓ જ ફંડ પૂરું પડતી હશે જેનાથી તેમના વેપાર ને કોઈ નુકશાન ના થાય અને ઓછી ગુણવત્તાવાળો  માલ ગ્રાહકો ને પધરાવી શકે. વેપારમાં જો તમારે ટકવું હોય તો સ્પર્ધાનો  સામનો કરવો જ રહ્યો. વિરોધ કરવાથી કોઈ પણ પ્રકારનો વિકાસ થવાનો નથી. સરકાર ભાગ્યેજ સારા નિર્ણયો કરે છે જેને બિરદાવવાની જગ્યા એ વિરોધ કરવામાં આવે એ સારી બાબત નથી.

હમણાં થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં કેએફસી નો વિરોધ થતો હતો જે કદાચ શમી ગયો લાગે છે, નોન-વેજ આઉટલેટ નો આટલો વિરોધ કેમ ? આમ પણ અમદાવાદ માં કદાચ હજારની સંખ્યા ને પણ આંબી જાય એટલી નોન-વેજ હોટલો ખુલી ચુકી છે તો આ આઉટલેટ નો વિરોધ નિરર્થક છે. હવે ખાવા પીવા માં પણ વિરોધ થાય એ ખરેખર ગેરવ્યાજબી છે (પીવા નો વિરોધ વ્યાજબી છે ). બીજા લોકો નોન-વેજ ખાય એમાં વિરોધીઓ ના પેટ માં કેમ દુખે ?