હમઝા ઘાંચીના વિચારો

મારી પોતાની વૈચારિક ઉપજ

Posts Tagged ‘વોલમાર્ટ

સવાર સવાર માં…

આજે સવારે વહેલા ઉઠી જવાયું પણ કસરત કરવાનું ઘણું જોર આવ્યું એટલે આવતી કાલ પણ માંડી વાળ્યું :) .
સવારે વહેલા ઘણા અગત્યના કામ પતી ગયા.

- ચીકનનો ભાવ વધેલો ના જોઈ તે વધારે જ લેવાઈ ગયી (શું ખબર ક્યારે ભાવ વધી જાય !)

- બાઈકનું કલચ આજે આખરે બદલાવી જ નાખ્યું જે થોડા સમય પહેલા તૂટી ગયું હતું. જોકે નવું ક્લચ ફાવતા થોડી વાર લાગી.

- માઝ જોડે સવાર સવાર માં ઘણી ગમ્મત કરી. આજનો  દિવસ હવે સારો જશે એ નક્કી.

- રિલાયન્સમાં ના પાડવા છતાં થેલી પધરાવી દેવામાં આવી (ગેરસમજના કારણે). હવે વોલમાર્ટ ન આવતાં રિલાયન્સ અને બીગ બજારની સેવાથી જ ચલાવવું પડશે. Thanks To  Polytics અને Corporate  Cartel.

- ન્યુઝમાં એ જાણવા મળ્યું કે એક સમયે પાકિસ્તાનને ગાળો દેતા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની વેપારી ડેલીગેશનને મળ્યા અને શાલ પણ ઓઢી (સારું થયું કે ટોપી ના પહેરાવી, ભલભલાં ને ટોપી પહેરાવતા મોદીસાહેબ ટોપી તો ના જ પહેરે ને :) ) આ મીટીંગથી જનતા નો કોઈક ફાયદો થાય તો સારી વાત કહેવાય.

રવિવાર ની રજા, શરદી, વિવિધ વિરોધ

ગઈકાલે રવિવારની રજાનો  દિવસ એકંદરે સારો રહ્યો, માઝ જોડે મસ્તી કરવાની મઝા આવી(આમ પણ એક રવિવારનો દિવસ જ મળે છે બાપ-બેટાને સાથે રહેવા માટે :( , સોમ થી શની ઓફીસ) અને એના ઘણા બધા ચિત્રો કેમેરે કંડાળી દીધા. ઈન્ટરનેટની મદદથી ઘણી રાંધણકળા જાણવા મળી જેનો ઉપયોગ કરી શ્રીમતીજીને રસોડામાંથી રજા આપી ચાઈનીઝ વાનગી પર હાથ અજમાવ્યો (વેજ કે નોનવેજ પૂછતા નહિ). એકંદરે સારું હતું એવું શ્રીમતીજીએ જણાવ્યું(મહેનત સફળ રહી). રજાના દિવસે પણ ક્યાંય બહાર ના જવાયું પણ ઘરે દિવસનો મોટો સમય “ઈડીયટ બોક્સ” જોવા માં અને રાત્રે રા-વન (આખરે જોવાની હિંમત કરી જ નાખી) જોવા માં વ્યતીત થયો. અને શનિવાર ના રોજથી ભયંકર શરદી ની ઝપેટમાં, દવા તો નથી જ લેવી (શરદી માં દવા કરતા રૂમાલ સારો).

થોડા સમયથી વિકિપિડિયામાં લખાણ ચાલુ કર્યું છે જેથી વિકિપિડિયાની ગુજરાતી સાઈટ વધુ સારી થઇ શકે.

સવારમાં વાંચ્યું કે FDI નો વિરોધ હજુ પણ ચાલુ જ છે, આ વિરોધ જોતા મને એમ લાગે છે કે વોલમાર્ટ જેવું પ્રતિદ્વંદી રિલાયન્સ અને બીગબજાર ને નહિ મળી શકે (જેથી તેમનો ધંધો હાલપૂરતો ઘણા ફાયદામાં છે ).  બીજું એ વાંચ્યું કે આલ્ફા-વન મોલ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવ્યું, જો આવું જ સતત ચાલતું રહેશે તો  મોલમાં આવેલી રેસ્ટોરાંઓ (સ્પેશલી હાલ માં જ ખૂલેલ કે.એફ.સી. ) અને મોલના બીજા ધંધાઓ ને ઘણું જ ભોગવવાનું આવશે. આટલા મોટા મોલ માં ગટર નું કનેક્શન નથી એ જાણી ખરેખર નવી લાગે છે. મોલ વાળાગટર કનેક્શન લે અને ગંદગી ફેલાવાનું બંધ કરે એ જ એમના વેપાર માટે સારું છે, નહિ તો મોલને તાળાં વાગતા વાર નથી લાગવાની ( એ વિસ્તાર માં રહેતા લોકોના જુસ્સા મુજબ ).

અંતે, એવરગ્રીન એક્ટર અને સીને જગતના લેજેન્ડ ગણાતા “દેવ આનંદ” ને મારા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.

આજના દિવસ ની શરુઆત અને એફડીઆઈ નો ગેરવ્યાજબી વિરોધ

આજે વહેલા ઉઠી જવાયું, રાત્રે મોડા સુધી મુવી જોયું તો પણ ! “સોર્સ કોડ”  રસપ્રદ લાગ્યું પરંતુ પૂરું ના જોવાઈ શકાયું, કદાચ આજે પતશે. સવારમાં ઠંડી નું પ્રમાણ વધી ગયું એ આજે જ ખબર પડી, નાસ્તો લેવા જતી વખતે. હવે લાગે છે કે જેકેટ ને ન્યાય આપવો પડશે.

સવાર સવાર માં ઓફીસ જતી વખત બાઈક નું ક્લચ તૂટી ગયેલું લાગ્યું, આજ કાલ સ્ટીલ ના ક્લચની જગ્યાએ બીડ ના ક્લચ આવે છે જે ખરેખર ખુબ જ તકલાદી હોય છે. ફેવિકોલ લગાવવાની કોશિશ કરી જોઈ પરંતુ એ ભૂલી જવાયું કે ગ્રીસ લાગેલું હોય ત્યાં ફેવિકોલ નકામું. નવા ક્લચ પર પસંદગી ઉતારવી રહી. તો પણ તૂટેલું ક્લચ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવવું જ.

મારા બીજા બ્લોગ માં પેજ-રેન્ક ચાર નો છે જે ગર્વ લેવા જેવી વાત ગણાય. જો ટેકનોલોજી બ્લોગ માં રસ હોય તો જુવો ટેકનોસર્ફર.કોમ.

આજે કંઈક નવું મુકીશ એ બ્લોગ માં કદાચ (સમય મળ્યો તો).

સવારે ટીવી માં ન્યુઝ  જોયા કે એફડીઆઈ નો ભરપુર વિરોધ થઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે જો બીગ-બજાર અને રિલાયન્સ જેવી કંપની મોલ ખોલી શકે અને ભરપુર કમાઈ શકે તો અમેરિકા ની વોલમાર્ટ કંપનીને પણ આવા દો. કેમ કે એ કંપનીઓની સ્પર્ધા માં આપણો જ ફાયદો છે એનું મને લાગે છે. આમ પણ આ વિરોધ કરવા માટે આ રિલાયન્સ અને બીગ-બજાર જેવી કંપનીઓ જ ફંડ પૂરું પડતી હશે જેનાથી તેમના વેપાર ને કોઈ નુકશાન ના થાય અને ઓછી ગુણવત્તાવાળો  માલ ગ્રાહકો ને પધરાવી શકે. વેપારમાં જો તમારે ટકવું હોય તો સ્પર્ધાનો  સામનો કરવો જ રહ્યો. વિરોધ કરવાથી કોઈ પણ પ્રકારનો વિકાસ થવાનો નથી. સરકાર ભાગ્યેજ સારા નિર્ણયો કરે છે જેને બિરદાવવાની જગ્યા એ વિરોધ કરવામાં આવે એ સારી બાબત નથી.

હમણાં થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં કેએફસી નો વિરોધ થતો હતો જે કદાચ શમી ગયો લાગે છે, નોન-વેજ આઉટલેટ નો આટલો વિરોધ કેમ ? આમ પણ અમદાવાદ માં કદાચ હજારની સંખ્યા ને પણ આંબી જાય એટલી નોન-વેજ હોટલો ખુલી ચુકી છે તો આ આઉટલેટ નો વિરોધ નિરર્થક છે. હવે ખાવા પીવા માં પણ વિરોધ થાય એ ખરેખર ગેરવ્યાજબી છે (પીવા નો વિરોધ વ્યાજબી છે ). બીજા લોકો નોન-વેજ ખાય એમાં વિરોધીઓ ના પેટ માં કેમ દુખે ?