Thoughts of Hamza

થોડા માં ઘણું

ઍપ્રિલ અપડેટસ

– ઘણા દિવસ પછી આજે લખવાની ઈચ્છા થઈ.

– આજકાલ ગરમીની સાથે સાથે ચૂંટણીની ગરમી પણ જોરદાર જામી છે.

– પેઈડ મીડિયાનુ મહત્વ ઍક ચોક્કસ પક્ષ માટે ખૂબ લાભકારક થઈ રહેલ છે, ખાસ કરીને આપ કી અદાલત જેવો ફિક્સ શો જોઈને વિશ્વાસ થઈ ગયો કે રજત શર્મા પણ વેચાય છે.

– નવા વાહનની આર.ટી.ઑ.માં નંબર પ્લેટ લગાડવામાં પણ ભ્રસ્ટાચારનો અનુભવ થયો. (જોકે ઍ આપણે જ છિઍ જે ભ્રસ્ટાચારને
પ્રોત્સાહિત કરિઍ છિઍ)

– ચિકન બનાવવામા હવે મહારથ આવી ગઈ હોય તેવુ લાગે છે.

-આ વખતની મહાભારત સીરિયલ ખરેખર ખૂબ રસપ્રદ છે. ખાસ કરીને કૃષ્ના, શકુનિ, પાંચાલી અને ભીષ્મ નુ પાત્ર ભજવતા કલાકારોનો અદભૂત અભિનય.

મોદીનો રાજદીપ સરદેસાઈ દ્વારા લેવાંમાં આવેલ  અદભૂત ઈંટરવ્યૂ:

Written by Kabeer

એપ્રિલ 28, 2014 at 1:38 પી એમ(pm)

ચોખી ધાની, બર્થડે

* થોડા દિવસો અગાઉ ચોખી ધાની વિલેજ થીમ રેસ્ટોરાં ની મુલાકાત લેવા માં આવી.

* અમે બધા ઓફીસથી લગભગ સાંજે પાંચ વાગ્યે સાથે નીકળ્યા અને ચોખી ધાનીના દરવાજે પહોચ્યા. સ્થળ થોડું અવાવરું જગ્યાએ હોય એવું લાગ્યું પણ રેસ્ટોરાંના માલિકને ગામડા જેવી ફિલ અવાવરું જગ્યાએ જ આવે એવો વિચાર હશે એટલે એવું સ્થળ નક્કી કર્યું હશે (સસ્તું પણ પડ્યું હશે) એમ લાગ્યું (જો કે ચોખી ધાની એ ચેન-રેસ્ટોરાં છે). અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીને એવોર્ડ મળવા બદલ આ પાર્ટી આપવામાં આવી હતી.

* અહીં આવતા, ઘણા સમય પહેલા વિશાલાની મુલાકાત લીધેલ તેની યાદ તાજી થઇ ગયી. જો કે અહીં ઘણી બધી પ્રવૃત્તિ થઇ શકે એવી વિશાળ જગ્યા હતી અને ઘણા બધા મનોરંજનના સાધનો હતા.

Hamza with Statue at Chokhi Dhani

Hamza with Statue at Chokhi Dhani

* અહીં એન્ટ્રી ફી ઉપરાંત બીજા મનોરંજન પેઈડ હતા (જો કે ફી બહુ નહોતી) જેવા કે ઊંટ-સવારી, કુંભારનો ચાકડો, પોપટ એસ્ટ્રોલોજર, મહેદી વિગેરે.

* જાદુગરનો શો, ફોટો સેશન અને થોડી રમત ગમતની પ્રવુત્તિઓ કર્યા બાદ અમે બધા ભોજન હોલ તરફ વળ્યા, ત્યાં પણ ઘણા બધા ફોટો લીધા અને ખુબ મજા કરી.

* થોડી વાર બેસ્યા બાદ ભોજન પીરસવામાં આવ્યું જેમાં મોટેભાગે રાજસ્થાની વાનગીઓ વધુ હતી, નોંધપાત્ર રીતે અમુક વાનગીઓ અત્યંત ગમી જેવી કે મોહનથાળ (પ્રવાહી સ્વરૂપે, ગરમા ગરમ), છાશ, દાલ-બાટી (જો કે કુલ્ફી પથ્થર જેવી કડક હતી).

* ભોજન પતાવ્યા બાદ થોડી વાર ફર્યા અને બીજા ફોટા પાડવામાં આવ્યા અને અંતે  ઘરે પાછા ફર્યા.

* ખરેખર આ મુલાકાત એક યાદગાર અનુભવ રહ્યો. ખરેખર જો ગ્રુપ માં જાઓ તો વધુ મજા આવે એમ લાગ્યું.

*  – આજે યાસુ નો બર્થડે એટલે એને જન્મ દિવસની ખુબ ખુબ દિલ થી મુબારકબાદ. આજનો દિવસ પણ યાદગાર રહેશે. 🙂

Written by Kabeer

સપ્ટેમ્બર 3, 2013 at 10:39 એ એમ (am)

ઓગસ્ટ અપડેટ્સ

Madras Cafe Still Image

John Abraham in Madras Cafe Movie

– ઘણા દિવસ પછી કંઈક લખવાની ઈચ્છા જાગી. આટલા દિવસ સુધી ગેરહાજર રહેવા બદલ ક્ષમાયાચના.

– આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ જે વિષે બીજા બ્લોગર મિત્રો એ ઘણું લખી દીધું.

– એક વાત સારી થઇ કે રમઝાન માસમાં ખાસું એવું વજન ઘટી ગયું ( જો કે કસરત હજુ પણ ચાલુ થઇ શકી નથી).

– તરવાનું ગયા વરસથી શીખવું છે પણ પોતાની જાત માટે સમય નીકળવો ઘણો અઘરો થઇ ગયો છે આજકાલ.

– રોજનું એક મુવી (ક્યારેક બે ) જોવાનું સતત ચાલુ છે એટલે કયા કયા મુવી જોયા એ કહેવું અઘરું છે, પણ હા મોટાભાગે અંગ્રેજી મુવી વધુ જોવાયા અને હિન્દીમાં મદ્રાસ-કેફે સારું લાગ્યું (જોન નો અદ્ભુત અભિનય).

– આટલા દિવસોમાં યાત્રા રૂપે ડીગ્રી-સર્ટી લેવા રાજકોટની મુલાકાત લેવાઇ જેમાં મિત્ર અશ્ફાક જોડે સારો એવો સમય પસાર કર્યો.

– યુ.પી.એ. સરકાર દ્વારા ફૂડ સિક્યુરીટી બીલ પસાર થઇ ગયું જે ગરીબોને મહદઅંશે મોંઘવારીથી લડવામાં જરૂર સહાયરૂપ થશે. (જો કે વાંક્જોયા લોકો આમાં પણ કોંગ્રેસને ભાંડવાના જ છે.)

– પી.એમ. પદ માટે જબરજસ્ત હોડ ચાલી રહી છે. સત્તાથી મોટો કોઈ નશો હોતો નથી એ આ રાજનેતાઓ જાણે અજાણે જાહેર કરી જ દેતા હોય છે.

મે અપડેટ્સ

– આજકાલ નફાખોરીને લીધે કાળઝાળ ગરમીની મોસમમાં કેરી પણ કુદરતી રૂપ માં(પકવેલી) નથી મળતી.

– આટલા સમયમાં ઘણા બધા મુવી જોવાઈ ગયા જેમાં આશિકી-૨ અને ઔરંગઝેબ રસપ્રદ લાગ્યા.

– આજે એક રસપ્રદ મૂવીનું ટ્રેલર મૂકી રહ્યો છું, ફિલ્મનું નામ છે “શીપ ઓફ થીસીયસ” – કિરણ રાવ દ્વારા નિર્મિત. ટ્રેલર પર થી મુવી ઘણી રસપ્રદ લાગી રહી છે. આ ફિલ્મ ૧૯ જુલાઈ એ રીલીઝ થશે. (source: moifightclub)

Written by Kabeer

મે 24, 2013 at 12:18 પી એમ(pm)

એપ્રિલ અપડેટ્સ

– એપ્રિલની ગરમીમાં વરસાદનો સારો એવો અનુભવ થઇ ગયો. આ મોસમમાં આવેલ પલટો અને ધરતીકંપ બંને વચ્ચે જરૂર કંઈક સંબંધ હોવો જોઈએ.

– વરસાદને કારણે કેરીના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે એમ લાગે છે. જોકે ઘટેલા ભાવની કેરીની ગુણવત્તા જોવી રહી.

– આખરે ઘણા સમયના વિચાર પછી LED TV વસાવી દેવામાં આવ્યું. જોકે સસ્તા સામે મોંઘો વિકલ્પ વધુ સારો રહ્યો. ફ્રીજના અનુભવ પછી હવે વોરંટી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. અત્યાર સુધી (જોકે એક દિવસ જ થયેલ છે) TV નો અનુભવ અત્યંત સરસ રહ્યો.

Written by Kabeer

એપ્રિલ 23, 2013 at 10:37 એ એમ (am)

માર્ચ અપડેટ્સ

આજે ઘણા સમય પછી પોસ્ટ કરવાનો મોકો મળ્યો.(કારણ: આળસ + સમયનો અભાવ)

– આટલા દિવસોમાં ઘણી ઘટનાઓ બની ગઈ અને ઘણા મુવી જોવાઈ ગયા. જેવા કે રેડ ડોન, 3જી,સાહિબ બીવી ઓર ગેંગસટર રીટર્ન્સ , કાઈ પો છે.

– વર્ષો બાદ કસરત ફરી ચાલુ કરવામાં આવી (હાલ નાના પાયે). જોઈએ હવે કેવોક ફરક પડે છે.

– આખરે ખરાબ ધ્વની અને સુપર-સ્લો સ્પીડને લીધે લેપટોપમાં ફરીથી ઓપરેટીંગ સીસ્ટમ ( વિન્ડોઝ ૭) નાખી. અંતે ફરીથી લેપટોપમાં જીવ આવ્યો હોય એવું લાગ્યું.

– પરિવારજનો સાથે અજમેર પ્રવાસ એકદમ સરસ રહ્યો. વર્ષો બાદ અજમેર દરગાહની ઝીયારતનો (મુલાકાત) મોકો મળ્યો.(કહેવાય છે કે અજમેર વહી જાતે હૈ જિન્હેં ખ્વાજા બુલાતે હૈ).

– વિડીયોકોનનું ફ્રીજ ક્યારેય ના લેવું (અનુભવને આધારે સલાહ).

– પેટ્રોલના ભાવ ઘટતાં ખરેખર અચરજ થયું. ભાવઘટાડો એ આજકાલની ઘણી દુર્લભ વસ્તુ છે.

Written by Kabeer

માર્ચ 18, 2013 at 4:44 પી એમ(pm)

ઠંડી, લોકપાલ અને વજન કેમ ઘટાડવું

– ઠંડી ની સીઝન સરસ જામી છે. સવારે ઓફીસ જતા જેકેટ પહેરવા છતાં જબરી ટાઢ વાતી હોય છે !

– ગુજરાતમાં આખરે લોકપાલની નિયુક્તિ કાયદેસર (કોર્ટ હુકમથી) થઇ ખરી. હવે લોકપાલનો ઉપયોગ સુયોગ્ય રીતે થાય છે કે કેમ એ જોવું રહ્યું.

– આજકાલ ઉતરાયણની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

– વજન કેમ ઘટાડવું એ વિષે કોઈ ને કંઈક વિશેષ જ્ઞાન હોય તો વહેંચવા વિનંતી. (સિવાય કે કસરત )

Written by Kabeer

જાન્યુઆરી 3, 2013 at 5:37 પી એમ(pm)

%d bloggers like this: