Thoughts of Hamza

થોડા માં ઘણું

સ્વ પરિચય : એક નવી શરૂઆત વિષે

આજે ઘણા ટાઈમ પછી બ્લોગ લખવાનો વિચાર સ્ફુર્યો.. એ પણ ગુજરાતી માં. મારો પરિચય આપવાની શરૂઆત કરું.મારું નામ હમઝા ઘાંચી છે. જુદા જુદા ક્ષેત્રો માં મારો રસ છે જેમાં ગુજરાતી ભાષા તેમજ ટેકનોલોજી , વિજ્ઞાન અને બીજી ઘણી બાબતો નો સમાવેશ થાય છે. મારા ભણતર વિષે ની વાત ફરી ક્યારેક (ઓછુ ભણેલો ના માનતા !). આ બ્લોગ માં હું મારા વિચારો જણાવીશ. આશા છે કે તમને ગમશે .

આજે આ પ્રથમ પોસ્ટ માં શું લખવું એ જ વિચારી રહ્યો છું પણ મગજ ચકરાવે ચઢી ગયું છે એટલે કઈ સૂઝતું નથી. શક્ય છે કે કાલે મગજ બરાબર કામ કરતુ થઇ જાય.

ચાલો પાછા ઓફીસ ના કામ માં વળગીએ !

Advertisements

Written by Kabeer

નવેમ્બર 28, 2011 at 7:47 એ એમ (am)

11 Responses

Subscribe to comments with RSS.

  1. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગ વિશ્વ નામના બ્લૉગ એગ્રિગેટરમાં ઉમેરી લીધો છે.

    થીમની પસંદગી/શિર્ષક/પરિચય/લખાણમાં કાર્તિકભાઈના બ્લૉગની અસર ઊડીને આંખે વળગે છે.

    સરસ શરૂઆત.

    વિનય ખત્રી

    નવેમ્બર 29, 2011 at 4:31 પી એમ(pm)

    • વિનયભાઈ આપનો ખુબ આભાર આ બ્લોગ ને ગુજરાતી બ્લોગ વિશ્વ માં ઉમેરવા બદલ. લખાણ ના વખાણ સાંભળી ને હું ખરેખર ગદગદ થઇ ગયો. બિરદાવવા બદલ આભાર. કાર્તિકભાઈ ના બ્લોગ થી હું ખરેખર પ્રભાવિત છું.

      હમઝા

      નવેમ્બર 29, 2011 at 4:48 પી એમ(pm)

  2. શ્રી.હમઝાભાઈ ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.

    SHAKIL MUNSHI

    નવેમ્બર 30, 2011 at 5:58 પી એમ(pm)

  3. શ્રી.હમઝાભાઈ ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.

    vijayshah

    નવેમ્બર 30, 2011 at 7:27 પી એમ(pm)

  4. અસ્સલામોઅલયકુમ(વ્.બ.)
    આપ આયે બહાર આઈ.લગે રહો હમઝા ભાઈ.ખૂશ આમદીદ.
    એક સાથે આપના ચાર ચાર અભિપ્રયો બદલ આભાર.
    —-મુહમ્મદઅલી વફા

    bazmewafa

    ડિસેમ્બર 1, 2011 at 1:30 એ એમ (am)

    • વ-અલયકુમ-અસસલામ

      મુહમ્મદઅલીભાઈ, આપનો બ્લોગ ખુબ જ સરસ છે. આખો દિવસ વાંચું તો પણ ઓછો પડે એટલો સભર છે. અભિપ્રાયો તો બીજા ઘણા આપવામાં આવશે અને આશા છે કે આપને પણ મારો બ્લોગ ગમશે.

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 1, 2011 at 10:05 એ એમ (am)

  5. nani nani vato dwara aapni vaat clearly samjavi shakvani aavdat , style bahu gami gai..keep it up..all the best hamza bhai…enjoy bloging..

    sneha

    ડિસેમ્બર 4, 2011 at 6:24 પી એમ(pm)

    • આવકાર બદલ ખુબ ખુબ આભાર, આપને આ નવાસવા બ્લોગરની નાની-નાની વાતો ગમી એ જાણી ખરેખર ખુબ આનંદ થયો.

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 5, 2011 at 11:40 એ એમ (am)

  6. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

    રૂપેન પટેલ

    ડિસેમ્બર 26, 2011 at 11:47 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: