Thoughts of Hamza

થોડા માં ઘણું

આજના દિવસ ની શરુઆત અને એફડીઆઈ નો ગેરવ્યાજબી વિરોધ

આજે વહેલા ઉઠી જવાયું, રાત્રે મોડા સુધી મુવી જોયું તો પણ ! “સોર્સ કોડ”  રસપ્રદ લાગ્યું પરંતુ પૂરું ના જોવાઈ શકાયું, કદાચ આજે પતશે. સવારમાં ઠંડી નું પ્રમાણ વધી ગયું એ આજે જ ખબર પડી, નાસ્તો લેવા જતી વખતે. હવે લાગે છે કે જેકેટ ને ન્યાય આપવો પડશે.

સવાર સવાર માં ઓફીસ જતી વખત બાઈક નું ક્લચ તૂટી ગયેલું લાગ્યું, આજ કાલ સ્ટીલ ના ક્લચની જગ્યાએ બીડ ના ક્લચ આવે છે જે ખરેખર ખુબ જ તકલાદી હોય છે. ફેવિકોલ લગાવવાની કોશિશ કરી જોઈ પરંતુ એ ભૂલી જવાયું કે ગ્રીસ લાગેલું હોય ત્યાં ફેવિકોલ નકામું. નવા ક્લચ પર પસંદગી ઉતારવી રહી. તો પણ તૂટેલું ક્લચ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવવું જ.

મારા બીજા બ્લોગ માં પેજ-રેન્ક ચાર નો છે જે ગર્વ લેવા જેવી વાત ગણાય. જો ટેકનોલોજી બ્લોગ માં રસ હોય તો જુવો ટેકનોસર્ફર.કોમ.

આજે કંઈક નવું મુકીશ એ બ્લોગ માં કદાચ (સમય મળ્યો તો).

સવારે ટીવી માં ન્યુઝ  જોયા કે એફડીઆઈ નો ભરપુર વિરોધ થઇ રહ્યો છે. મને એ ખબર નથી પડતી કે જો બીગ-બજાર અને રિલાયન્સ જેવી કંપની મોલ ખોલી શકે અને ભરપુર કમાઈ શકે તો અમેરિકા ની વોલમાર્ટ કંપનીને પણ આવા દો. કેમ કે એ કંપનીઓની સ્પર્ધા માં આપણો જ ફાયદો છે એનું મને લાગે છે. આમ પણ આ વિરોધ કરવા માટે આ રિલાયન્સ અને બીગ-બજાર જેવી કંપનીઓ જ ફંડ પૂરું પડતી હશે જેનાથી તેમના વેપાર ને કોઈ નુકશાન ના થાય અને ઓછી ગુણવત્તાવાળો  માલ ગ્રાહકો ને પધરાવી શકે. વેપારમાં જો તમારે ટકવું હોય તો સ્પર્ધાનો  સામનો કરવો જ રહ્યો. વિરોધ કરવાથી કોઈ પણ પ્રકારનો વિકાસ થવાનો નથી. સરકાર ભાગ્યેજ સારા નિર્ણયો કરે છે જેને બિરદાવવાની જગ્યા એ વિરોધ કરવામાં આવે એ સારી બાબત નથી.

હમણાં થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં કેએફસી નો વિરોધ થતો હતો જે કદાચ શમી ગયો લાગે છે, નોન-વેજ આઉટલેટ નો આટલો વિરોધ કેમ ? આમ પણ અમદાવાદ માં કદાચ હજારની સંખ્યા ને પણ આંબી જાય એટલી નોન-વેજ હોટલો ખુલી ચુકી છે તો આ આઉટલેટ નો વિરોધ નિરર્થક છે. હવે ખાવા પીવા માં પણ વિરોધ થાય એ ખરેખર ગેરવ્યાજબી છે (પીવા નો વિરોધ વ્યાજબી છે ). બીજા લોકો નોન-વેજ ખાય એમાં વિરોધીઓ ના પેટ માં કેમ દુખે ?

Advertisements

5 Responses

Subscribe to comments with RSS.

 1. અમદાવાદમાં કેએફસીનો વિરોધ નોનવેજ આઉટલેટ હોવાને કારણે નહીં પણ નજીકમાં મંદિર હોવાથી કરવામાં આવ્યો હતો ( દિવ્ય ભાસ્કર) આ વાત કદાચ તમારા ધ્યાન બહાર રહી ગઈ હોય એમ લાગે છે.

  વિનય ખત્રી

  નવેમ્બર 29, 2011 at 4:44 પી એમ(pm)

  • મારા ખયાલ થી એ વિસ્તાર માં જ્યાં કેએફસી ખૂલવાનું છે તે મોલ ની આસપાસ ઘણી નોનવેજ પીરસતી હોટલ આવેલી છે અને હવેલી મંદિર પોતે એનો વિરોધ નથી કરી રહ્યું એવું મેં ક્યાંક વાંચ્યું હતું. અને એ જ મોલ માં પીઝા-હટ(કદાચ) આવેલું છે જેનો બિલકુલ વિરોધ નથી થઇ રહ્યો તે નોનવેજ પીરસે છે છતાં પણ. ! બેવડા ધોરણો કેમ એ જ સમજ નથી પડતી ?

   હમઝા

   નવેમ્બર 29, 2011 at 4:54 પી એમ(pm)

   • મારા ખ્યાલ પ્રમાણે આલ્ફા મોલમાં Pizza Hut નથી. એટલિસ્ટ, થોડા દિવસ પહેલાં નહોતું 🙂 કેએફસી કરતાં મોટો વિરોધ સિનેપોલીસનો છે કારણ કે રસ્તો સાંકડો છે ને થિએટર આવા પબ્લિક પ્લેસની નજીક હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે. રસ હોય તો શનિ-રવિની સાંજે આંટો મારવો.

    અંગત રીતે હું ખોટા વિરોધનો વિરોધ કરું છું. પણ, મોલ વાળાને મારી જાતે સ્ટોર્મ વોટર લાઈનમાં ગટરનું પાણી છોડતા જોયા પછી વિરોધ યોગ્ય લાગ્યો.

    Kartik

    નવેમ્બર 29, 2011 at 6:01 પી એમ(pm)

    • પહેલા તો બ્લોગ પર આપનું સ્વાગત છે. થીએટર સાંકડી જગ્યામાં હોય તો એનો વિરોધ થવો જ જોઈએ પણ મારો વાંધો એટલો જ કે કોઈ નોનવેજ આઉટલેટ પર ભૂરકી નજર રાખીને વિરોધ ના કરવો જોઈએ. એક તો કે એફ સી ની પ્રથમ આઉટલેટ આવી રહી છે અમદાવાદમાં, લોકો ફેસબુક પર કેમ્પેન ચલાવે છે કે કે એફ સી ઓપન થાય અમદાવાદમાં. એટલે કે એફ સી સિવાય નો વિરોધ વ્યાજબી છે.

     હમઝા ઘાંચી

     નવેમ્બર 29, 2011 at 6:27 પી એમ(pm)

 2. khub sarash

  Ashwin Thakor

  નવેમ્બર 29, 2011 at 7:36 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: