Thoughts of Hamza

થોડા માં ઘણું

શિયાળાની રાહ

ડિસેમ્બર નો પ્રારંભ થઇ ગયો આજ થી પરંતુ ઠંડીની સીઝન હજુ જોઈએ એવી જામી નથી. એવું લાગે છે કે એક અઠવાડિયામાં જરૂર માફકસરની ઠંડી પડશે. જોકે હજુ સુધી કસરત પણ ચાલુ નથી કરી. એટલીસ્ટ સવારે દોડવા જવાનો પ્લાન છે પણ દરરોજ સવારે એ વાત ભૂલી જવાય છે (મોડું ઉઠવાના કારણે). મને સવારે જોગીંગ કરવા ઉપરવાળો શક્તિ આપે તો સારું.

વિચારું છું કે આ બ્લોગ લખવાની શરુઆત મારે ઘણા સમય પહેલા કરવાની જરૂર હતી. આપણી ભાષામાં લખવાની અને વાંચવાની મઝા જ  કઈ ઓર હોય છે. આજે ગુજરાત બંધ ( કે અમદાવાદ બંધ ? ) એવી વાત સાંભળી પણ મને બંધ જેવું કઈ લાગ્યું નથી, બધું ચાલુ જ છે. આમ પણ બંધ રાખીને ધંધા અને માનવકલાકોના બગાડ સિવાય કંઈ જ ઉપજતું નથી. બંધ પર જ પ્રતિબંધ આવી જવો જોઈએ એવું હું માનું છું.

Advertisements

Written by Kabeer

ડિસેમ્બર 1, 2011 at 11:12 એ એમ (am)

2 Responses

Subscribe to comments with RSS.

  1. સાચી વાત છે “બંધ રાખીને ધંધા અને માનવકલાકોના બગાડ સિવાય કંઈ જ ઊપજતું નથી. બંધ પર જ પ્રતિબંધ આવી જવો જોઈએ “,
    રાજકીય પક્ષો પોતાના લાભ અને દેખાડા માટે અમુક તત્વોને આગળ કરી ગુંડાગર્દી થી બંધ કરાવે છે. હમણાં જ એક ટોળું ગયુ “બંધ કરો” ના નારા સાથે ! આ બધું કરવા થી શું “બંધ” થશે એ એમને ખબર ? વિરોધ કરવા ની કોઈ સારી સાચી પધ્ધતિ ગોતવી જોઇએ.

    SHAKIL MUNSHI

    ડિસેમ્બર 1, 2011 at 11:51 એ એમ (am)

    • જે ગરીબો રોજ નું રોજ કમાઈ ને ખાય છે એમને જ સૌથી વધારે નુકશાન થાય છે બંધ દરમ્યાન, જે ઘણી જ દુખદ વાત છે. બંધ કરવા કરતા ઉપવાસ કરો અન્ના હજારે ના જેમ તો કદાચ કંઈક ભલું થાય. આમ પણ બંધ એક દિવસ નો એટલા માટે હોય છે કે બંધ કરનારાઓ “બંધ પુરતો વિરોધ કરશે અને ફરી કામ માં જોતરાઈ જશે (વાર્તા પૂરી) “. આનાથી કોઈ સમસ્યાનું નિરાકરણ આવવાનું જ નથી. ધતિંગ સિવાય કઈ જ નથી બંધમાં.

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 1, 2011 at 1:50 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: