Thoughts of Hamza

થોડા માં ઘણું

રવિવાર ની રજા, શરદી, વિવિધ વિરોધ

ગઈકાલે રવિવારની રજાનો  દિવસ એકંદરે સારો રહ્યો, માઝ જોડે મસ્તી કરવાની મઝા આવી(આમ પણ એક રવિવારનો દિવસ જ મળે છે બાપ-બેટાને સાથે રહેવા માટે :(, સોમ થી શની ઓફીસ) અને એના ઘણા બધા ચિત્રો કેમેરે કંડાળી દીધા. ઈન્ટરનેટની મદદથી ઘણી રાંધણકળા જાણવા મળી જેનો ઉપયોગ કરી શ્રીમતીજીને રસોડામાંથી રજા આપી ચાઈનીઝ વાનગી પર હાથ અજમાવ્યો (વેજ કે નોનવેજ પૂછતા નહિ). એકંદરે સારું હતું એવું શ્રીમતીજીએ જણાવ્યું(મહેનત સફળ રહી). રજાના દિવસે પણ ક્યાંય બહાર ના જવાયું પણ ઘરે દિવસનો મોટો સમય “ઈડીયટ બોક્સ” જોવા માં અને રાત્રે રા-વન (આખરે જોવાની હિંમત કરી જ નાખી) જોવા માં વ્યતીત થયો. અને શનિવાર ના રોજથી ભયંકર શરદી ની ઝપેટમાં, દવા તો નથી જ લેવી (શરદી માં દવા કરતા રૂમાલ સારો).

થોડા સમયથી વિકિપિડિયામાં લખાણ ચાલુ કર્યું છે જેથી વિકિપિડિયાની ગુજરાતી સાઈટ વધુ સારી થઇ શકે.

સવારમાં વાંચ્યું કે FDI નો વિરોધ હજુ પણ ચાલુ જ છે, આ વિરોધ જોતા મને એમ લાગે છે કે વોલમાર્ટ જેવું પ્રતિદ્વંદી રિલાયન્સ અને બીગબજાર ને નહિ મળી શકે (જેથી તેમનો ધંધો હાલપૂરતો ઘણા ફાયદામાં છે ).  બીજું એ વાંચ્યું કે આલ્ફા-વન મોલ દ્વારા ગંદુ પાણી છોડવામાં આવ્યું, જો આવું જ સતત ચાલતું રહેશે તો  મોલમાં આવેલી રેસ્ટોરાંઓ (સ્પેશલી હાલ માં જ ખૂલેલ કે.એફ.સી. ) અને મોલના બીજા ધંધાઓ ને ઘણું જ ભોગવવાનું આવશે. આટલા મોટા મોલ માં ગટર નું કનેક્શન નથી એ જાણી ખરેખર નવી લાગે છે. મોલ વાળાગટર કનેક્શન લે અને ગંદગી ફેલાવાનું બંધ કરે એ જ એમના વેપાર માટે સારું છે, નહિ તો મોલને તાળાં વાગતા વાર નથી લાગવાની ( એ વિસ્તાર માં રહેતા લોકોના જુસ્સા મુજબ ).

અંતે, એવરગ્રીન એક્ટર અને સીને જગતના લેજેન્ડ ગણાતા “દેવ આનંદ” ને મારા તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.

Advertisements

6 Responses

Subscribe to comments with RSS.

 1. વિકિપિડિયામાં પ્રદાન કરવા માટે ધન્યવાદ. એની કોપીરાઈટની શરતો અને લાયસન્સ પર ધ્યાન આપજો. કોપી-પેસ્ટ ત્યાં નહી ચાલે એ તો તમને ખ્યાલ જ હશે 🙂

  Kartik

  ડિસેમ્બર 7, 2011 at 5:15 પી એમ(pm)

  • મારા મત મુજબ, વિકિપીડિયા જેવી સાઈટમાં કોપી પેસ્ટ (?) (કે બીજે ક્યાંય પણ) કરવાનો પ્રશ્ન જ નથી. અને તમારો પણ આભાર વિકિપીડિયા માં પ્રદાન કરવા બદલ.

   હમઝા ઘાંચી

   ડિસેમ્બર 9, 2011 at 2:29 પી એમ(pm)

  • કાર્તિકભાઇના ડાયલોગ – “કોપી-પેસ્ટ ત્યાં નહી ચાલે” માં મને તો કોઇ ગુઢ અર્થ છુપાયેલો દેખાય છે… હવે… સાચુ-ખોટુ તો એ જ જાણે…

   બગીચાનો માળી

   ડિસેમ્બર 10, 2011 at 12:36 પી એમ(pm)

 2. હમઝા ભાઈ રજાવાળી વાત વાંચવાની મઝા આવી ,લખતા રેજો અને મજા કરાવતા રેજો

  Himmatlal Joshi

  જાન્યુઆરી 3, 2012 at 7:29 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: