Thoughts of Hamza

થોડા માં ઘણું

ઓફીસ ઓફીસ

– તાજેતરમાં થયેલ પંકજ કપૂર ની સીરીયલ “ઓફીસ ઓફીસ ” જેવી પરિસ્થિતિનો સાક્ષાત અનુભવ. વાત એમ હતી કે માઝનું અંગ્રેજીમાં બર્થ-સર્ટી લેવાનું હતું (મુર્ખ અધિકારીઓની ભૂલને કારણે ઘણા સુધારા વધારા કરાવવા પડ્યા હતા). સરખેજ વોર્ડ ની ઓફીસ માં સમય સર પહોચી જવાયું પરંતુ ઓફીસ સ્ટાફ પ્રમાણે ” નેટ બંધ છે એટલે કાલે આવો ” નો જવાબ મળ્યો. ઓફીસમાં મોડા પહોચવાની પરવાનગી હોવાથી ઉતાવળ માં નક્કી કર્યું કે બીજા વોર્ડની ઓફીસમાં થી સર્ટી લઇ લેવું. વાસણા ઓફીસ માં (જેનું સરનામું શોધતા ખુબ વાર લાગી) અંતે સર્ટીફીકેટ મળી જ ગયું જે મેળવવા માટે બે મહિના થી ચક્કર કાપવામાં આવી રહ્યા હતા.

– ગયા વિકેન્ડ માં ઘણા મુવી જોવાઈ ગયા જેમાં “cowboys vs aliens” સરસ લાગ્યું.

Advertisements

Written by Kabeer

ડિસેમ્બર 20, 2011 at 3:23 પી એમ(pm)

6 Responses

Subscribe to comments with RSS.

  1. બે મહિના ની અંતે બર્થ-સર્ટી મળી તો ગયું ! 🙂
    અને ઓફીસમાં મોડા પહોચવાની “પરવાનગી” છે એ સારી વાત છે ! પછી શી ઉતાવળ હતી ? 😀 [મજાક કરૂ છું, ટાઇપ મીસ્ટેક !]

    SHAKIL MUNSHI

    ડિસેમ્બર 20, 2011 at 3:41 પી એમ(pm)

    • શકીલભાઇ, મોડા પહોચવાની પરવાનગી “વિથ લિમિટેડ ટાઈમ” હતી એટલે થોડીક ઉતાવળ તો હોય ને ?

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 20, 2011 at 5:30 પી એમ(pm)

  2. નસીબદાર છો બે મહિનામાં સર્ટિ.મળી ગયું.નહિતો આપણે ત્યાં તો -તમે જન્મયા છો એની શી ખાત્રી૵ એનું પ્રમાણ પત્ર આપણી પાંસેથી માંગે.અને એપ્રમાણ પત્ર લાવીએં તો શા માટે જનમ્યા એવો પ્રશ્ન પૂછે.

    muhammedali Wafa

    ડિસેમ્બર 21, 2011 at 11:51 એ એમ (am)

    • સાચી વાત મહંમદઅલીભાઈ, સરકારી ઓફીસ નો મારા કરતા તમને ચોક્કસ ઘણો વધારે અનુભવ હશે, અને ખરેખર આ સર્ટીફીકેટ ની માથાકૂટમાં હેરાન થઇ જવાયું. પણ અંતે યુદ્ધ જીતી લેવા જેવી લાગણી જરૂર થઇ.

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 21, 2011 at 5:15 પી એમ(pm)

  3. અમેરિકા દેશ દુનિયામાં આગળ પડતો કેવાય પણ અહી ગોટાળા થતાજ હોય છે .કાગડા બધેજ કાળા હોયછે .અપવાદ રૂપે કેટલાક કાગડાઓની ડોક રાખોડી રંગની હોય છે .તમને વધુ ધક્કા નાં ખાવા દીધા એનો આભાર માનવો રહ્યો.

    Himmatlal Joshi

    જાન્યુઆરી 4, 2012 at 4:49 એ એમ (am)

    • અમેરિકામાં પણ ભ્રષ્ટાચાર થાય છે તે જાણી અચરજ થયું પણ એ વાત પણ સાચી છે કે તે પણ એક દેશ છે અને દરેક દેશ માં ભ્રષ્ટાચાર તો હોય છે જ. મુલાકાત લેતા રહેજો.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 4, 2012 at 10:47 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: