Thoughts of Hamza

થોડા માં ઘણું

મુવી, શિયાળા ની આળસ, ઈન્ટરનેટ અને ઓછી રજા

– ગયા અઠવાડિયે એક સરસ મુવી જોઈ “awakenings” (૧૯૯૦). રોબર્ટ ડી નીરો અને રોબીન વિલિયમ્સ starring  અદભુત અભિનય સભર મુવી. આ મુવીમાં એક અપંગ વ્યક્તિ જે જરા પણ હાલી ચાલી શકવા અસમર્થ હોય છે તે એક ચમત્કારિક(?) દવાથી સારી થઇ જાય અને તેમાં ચેતના નો સંચાર થાય છે. તેમજ આ સમય દરમ્યાનના અનુભવો ખુબ સરસ રીતે વર્ણવ્યા છે. આ ઉપરાંત પણ આ મુવી માં ઘણું બધું જોવા લાયક છે.

– નવું ઈન્ટરનેટ કનેક્શન લેવા માં આવ્યું ૪ એમબીપીએસ નું . જોઈએ હવે તેમાં ડાઉનલોડ સ્પીડ કેટલી આવે છે.

– આ મહિના માં ઉતરાયણની એક રજા જ મળશે એ પણ શનિવારે (૧૫ જાન્યુઆરીએ રવિવાર 😦 ) . વર્ષ ની શરૂઆત માં જ  એક રજા નો વ્યય.

– ઠંડી નું પ્રમાણ ભયંકર છે અને સવારે કસરત કરવાનું આવતા મહિના પર મુલતવી રાખવામાં આવ્યું છે[ શિયાળાની સવાર તેમ જ આળસ ને કારણે ! ].

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 10, 2012 at 12:58 પી એમ(pm)

4 Responses

Subscribe to comments with RSS.

  1. અરે ભયંકર ઠંડીથી ડરીને ભાગી જવું ?
    ઠંડીમાં મારું આળસ તો ભાગી જાય છે.
    હૂતો જમીન ખોદવા માંડી પડું અને
    જમીન ચોમાસામાં વાવવા માટે
    તૈયાર થઈજાય અને બંદાને કસરત થઇ જાય .
    આતો મારો વિચાર કહ્યો. તમે પણ મને અનુસરો
    એવું હું કોઈનેય કેવા માગતો નથી.

    Himmatlal Joshi

    જાન્યુઆરી 12, 2012 at 7:24 પી એમ(pm)

    • આતાબાપુ, આપ જેવા મહાનુભાવો ને ઠંડી નો દર કેવો. આ ઠંડી તો અમારા જેવા પામર જીવો માટે વસમી હોય છે આપ માટે તો મોજ કહેવાય. જોકે આપશ્રી થી અભિભૂત થઈને જરૂર થી આળસ ખંખેરીને કસરત શરુ કરવામાં આવશે.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 24, 2012 at 10:29 એ એમ (am)

      • જો દોડવાનું શરુ કરશો તો ઠંડી પણ દૂર દોડશે. તા.ક. સ્વ અનુભવ. પણ જેકેટ વગેરે પહેરીને દોડવું હિતાવહ.

        Kartik

        જાન્યુઆરી 27, 2012 at 7:50 પી એમ(pm)

  2. આપની સુચનાનો જલ્દી થી અમલ કરવા માં આવશે આમ પણ જેટલું વહેલું શરુ થશે એટલું મારા માટે જ સારું છે. (જોકે આજે ઓફીસ આવવા સવારે દોડતા તો નહિ પર બાઈક પર જતા ઠંડી નો સારો અનુભવ થયો જેકેટ હોવા છતાં 😉 )

    હમઝા ઘાંચી

    જાન્યુઆરી 28, 2012 at 2:34 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: