Thoughts of Hamza

થોડા માં ઘણું

આકાશ tablet, ચોખરું, ઉતરાયણ, તરણ-કળા

– આકાશ tablet કે દુ નું બુક કરાવી નાખ્યું છે પણ લાગતું નથી કે હાથ માં આવશે.

– ગયા રવિવારે ઘાંચી સમાજના ચોખરા (સમૂહ લગ્ન) પ્રસંગે વ્યસ્ત રહેવાયું. એકદમ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ઘાંચી સમાજની નવી વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી (જે મારા ખાસ મિત્ર અશફાક ઘાંચી દ્વારા નિર્મિત છે. ) .

– આ વખતે ઉતરાયણ ની ઉજવણી મિત્રો (અશફાક, સોહેલ) તેમજ પરિજનો સાથે કરવાની ખુબ મઝા આવી. ઊંધિયાનો સ્વાદ દાઢમાં રહી ગયો.

– જો કોઈને અમદાવાદમાં સ્વીમીંગ ક્યાં શીખી શકાય તે વિષે કોઈ માહિતી હોય તો જણાવવા વિનંતી(૨૦૧૨માં પુર કે જળ-પ્રલય જેવું કંઇક આવે તો તરતા તો આવડે એ માટે પૂર્વ તૈયારી કરવી છે.).

– ઉતરાયણ ના કેટલાક ચિત્રો:

This slideshow requires JavaScript.

– આ બ્લોગ ભૂલ થી વર્ડપ્રેસ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ડપ્રેસ ને ભૂલ સમજતા ફરીથી પુનઃસક્રિય કરી દીધો (જો કે મેં આપેલી એક નાનકડી સુચના બાદ).

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 24, 2012 at 10:22 એ એમ (am)

10 Responses

Subscribe to comments with RSS.

 1. – આકાશ ની આશ મને પણ ઘણા સમય થી છે પણ લાગે છે એજ આશ જ રહેશે !
  – ઘાંચી સમાજનાં સમૂહ લગ્ન અને નવી વેબસાઇટની ’વધાઈ’,
  – ઉતરાણ ના ફોટા સ_રસ રહ્યા.

  SHAKIL MUNSHI

  જાન્યુઆરી 24, 2012 at 10:40 એ એમ (am)

  • શકીલભાઈ, જો આકાશ માં ઓનલાઈન પેમેન્ટ નું જ ઓપ્શન હોત તો આપણ ને આપનું ટેબ્લેટ મળી જાત. પણ આ તો ઓપન ફોર ઓલ છે એટલે જ તે લોકો બરાબર ઓર્ડર પ્રોસેસ નથી કરી સકતા .

   કલોલમાં આયોજિત સમૂહ લગ્ન પ્રસંગના ફટો જલ્દી મુકવામાં આવશે.

   ઉતરાયણ ના ફોટો પસંદપડ્યા એથી આનંદ થયો (જોકે મારા એકલાના જ ફોટો મુક્યા તા 😉 )

   હમઝા ઘાંચી

   જાન્યુઆરી 24, 2012 at 10:45 એ એમ (am)

 2. બ્લોગ નિષ્ક્રિય કરવાનુ કારણ શું હતુ ?

  બગીચાનો માળી

  જાન્યુઆરી 24, 2012 at 3:36 પી એમ(pm)

  • કારણ માં એવું ખાસ જણાવવા માં ના આવ્યું પણ પૃચ્છા કરતા એડમીનનો મેસેજ એવો આવ્યો કે “Our apologies. The system should not have done that.
   We have removed the warning in your dashboard and sincerely apologize for any inconvenience it may have caused.”

   હમઝા ઘાંચી

   જાન્યુઆરી 24, 2012 at 3:49 પી એમ(pm)

 3. ૧. આકાશ હાથમાં આવશે તો ય તમને પાતાળમાં ઘૂસી જવાનું મન થશે એવી ક્વોલિટી હશે. બુક તો મેં પણ કરાવ્યું છે, ખોલીને જોવા અને મચડવા માટે 😉

  ૨. સરસ ફોટા. હૅટ સરસ છે.

  ૩. મ્યુન્સિપલ તરણગારની મુલાકાત લઈ શકાય. કાંકરિયા. અથવા ગુજરાત વિધ્યાપીઠનો સ્વિમિંગ પુલ સરસ છે. ફી વગેરે પણ વ્યાજબી છે. મને ચાન્સ હતો તોય શીખવા ન ગયો તેનો અફસોસ હજી છે 😦

  Kartik

  જાન્યુઆરી 27, 2012 at 7:46 પી એમ(pm)

  • – કાર્તિકભાઈ, ટેબ્લેટ સસ્તું છે અને ખાસ તો મુવી જોવા માટે જ લેવું છે એટલે તાલાવેલી લાગી છે બાકી આવવા ની આશા તો મેં હવે મૂકી દીધી છે.( સિવાય કે રોકડે થી કોઈ દુકાનમાંથી ખરીદાય)
   – ફોટા તો ક્યારેક જ સારા આવે છે આભાર [થેન્ક્સ ફોર ધ લાઈક્સ (ફેસબુક ની ભાષા માં) ]
   – ઉનાળા ની શરૂવાત માં તરણકળા શીખવાનો દ્રઢ વિચાર છે. આપના સુઝાવો બદલ ખુબ આભાર. આપે જણાવેલા સ્થળે જલ્દીથી પૃચ્છા કરવા જતો આવીશ.

   હમઝા ઘાંચી

   જાન્યુઆરી 28, 2012 at 2:43 પી એમ(pm)

 4. આકાશમાં મુખ્ય મુશ્કેલી બે છે. ૧. રેસિસ્ટીવ સ્ક્રિન, ૨. ઓછી રેમ. આ બંનેને કારણે મુવી વગેરે જોવા માટે પણ એ બેકાર છે. અને, છેલ્લા સમાચાર મુજબ (http://www.pluggd.in/aakash-tablet-future-297/ છેલ્લું વાક્ય ધ્યાનથી વાંચજો!!) સરકાર આ પ્રોજેક્ટ પડતો મૂકવાની છે.

  Kartik

  જાન્યુઆરી 29, 2012 at 9:11 પી એમ(pm)

  • અપડેટ બદલ આભાર, હવે લાગે છે કે કોઈ બીજા ટેબ્લેટ (મોંઘાવાળા) પર જ પસંદી ઉતારવી રહી.

   હમઝા ઘાંચી

   જાન્યુઆરી 30, 2012 at 10:05 એ એમ (am)

 5. why are you not assign your friends name. with whom u enjoy uttrayan ? with only family ? gr8 brother… if you wish to share something than don’t skip important phase of your life…..

  Asfakhusen Ghanchi

  ફેબ્રુવારી 7, 2012 at 12:51 પી એમ(pm)

  • ભાઈ શ્રી અશફાક, ભૂલ જણાવવા બદલ આભાર, પોસ્ટ અપડેટ કરી લેવામાં આવી છે. તમે ખાસ મિત્રો જ તો મારી લાઈફ લાઈન છો.

   હમઝા ઘાંચી

   ફેબ્રુવારી 7, 2012 at 3:05 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: