Thoughts of Hamza

થોડા માં ઘણું

નોટબુક, રાજકોટ અમુલ દૂધ, પીનટ્રેસ્ટ

– “ધ નોટબુક” નામનું અદભૂત મુવી જોવાયું ( કેમ પહેલા ના જોયું એ હજુ સમજ બહાર છે.) અત્યંત સુંદર લવ સ્ટોરી.

– રાજકોટ માં વાસમારતું અમુલ દૂધ (ટી સ્પેશ્યલ) વેચવામાં આવ્યું એવા સમાચાર વાંચી જે લોકો ની સવારની ચા બગડી એમના પર અત્યંત દયા ( કે અફસોસ) ઉપજી. આટલી મોટી કંપની, આધુનિક યંત્રો, વિશાળ ફેક્ટરી પણ વાસ મારતું દૂધ વેચવા મોકલી શકે એ જાણી ને ખુબ જ અચરજ (સાથે અફસોસ) થયું.

– લાગે છે ઉનાળાની શરૂવાત હવે થવામાં છે. ઠંડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી ગયું છે.

pintrest.com ની મુલાકાત લેવા માં આવી જો આપને પણ આપના રસના ચિત્રો, વિડીયો અને વિવિધ સામગ્રી બીજા જોડે વહેચવી હોય અને બીજા લોકો એ વહેચેલી સામગ્રી જોવી હોય તો આ સાઈટ ની મુલાકાત લેવી (જો કે જોડવા માટે આમંત્રણ જરૂરી છે તમારે જોયતું હોય તો મને આપનું ઈ-મેલ આઈડી મેસેજ કરી શકો છો.). મારા રસના વિષયો જોવા માટે  ક્લિક કરો www.pinterest.com/hamzaghanchi

Advertisements

8 Responses

Subscribe to comments with RSS.

  1. મુવીઝ જોવાનો શોખ મને પણ ઘણો છે, “નોટબુક” ની જાણકારી માટે આભાર ….. જોવું પડશે હવે તો…. 🙂

    virajraol

    ફેબ્રુવારી 4, 2012 at 10:49 એ એમ (am)

    • આમપણ વેલેનટાઈન ડે નજીક છે. રોમાન્ટિક મુવી જોવા અત્યંત લાભદાયક છે. જરૂરથી જોજો.

      હમઝા ઘાંચી

      ફેબ્રુવારી 4, 2012 at 10:54 એ એમ (am)

      • હા, આમ પણ મારા જેવા(single) લોકોએ તો મુવી જોઇને જ ચલાવી લેવું પડે…. 😉
        આજે જ જોઈ લઈશ(મુવી)….

        virajraol

        ફેબ્રુવારી 4, 2012 at 10:57 એ એમ (am)

        • જોકે આવા મુવી જોવાથી ઘણી પ્રેરણા અને સાથે અમુક ટીપ્સ પણ મળે છે (જો સિંગલ માંથી ડબલ બનવું હોય તો આ ટીપ્સ અમલ માં મુકવા જેવી છે). ગુડ લક !

          હમઝા ઘાંચી

          ફેબ્રુવારી 4, 2012 at 11:03 એ એમ (am)

  2. આ “અદ્ભુત” શબ્દ ને વાંચીને તેનો મુળ ઉચ્ચાર મેળવી શકાતો નથી અને તેને શબ્દ માટે અન્ય કોઇ વિકલ્પ પણ નથી એટલે હવે કયારેક આ શબ્દનો ઉપયોગ કરવો હોય ત્યારે “અદભુત” લખવું એવું મારું નાનકડું સુચન છે.

    બગીચાનો માળી

    ફેબ્રુવારી 4, 2012 at 2:48 પી એમ(pm)

    • મને પણ અદ્ભુત શબ્દ લખવો કંટાળા જનક લાગે છે … આપનું સુચન ગમ્યું અને પોસ્ટ માં પણ સુધારી લેવામાં આવ્યું છે.

      હમઝા ઘાંચી

      ફેબ્રુવારી 4, 2012 at 3:00 પી એમ(pm)

  3. Pinterest વિશે વાંચો ફનએનગ્યાન.કોમ પર!

    વિનય ખત્રી

    ફેબ્રુવારી 10, 2012 at 11:10 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: