Thoughts of Hamza

થોડા માં ઘણું

વીકી મીટ-અપ મિસ્ડ, વિકેન્ડ, કુકિંગ, રસી, મુવી

– ગયા રવિવારે વિકિપીડીયાની મીટ-અપ ૩ મિસ થઇ ગઈ (અને સાથે ઘણું જ્ઞાન મેળવવાનું અધૂરું રહી ગયું). આશા છે હવે પછીની મીટ-અપમાં કોઈ અડચણ નાં આવે અને આગામી મીટ-અપ ૪ માં જોડાવાય.

– આમ તો ગયું વિકેન્ડ ખરા અર્થમાં વિકેન્ડ બની રહ્યું ( શનિ, રવિ અને સોમ રજા માણી). શનિવારે કામ કરતા (મારા જેવા) જીવો માટે સંપૂર્ણ વિકેન્ડ એ એક જાહોજલાલી હોય છે(એમાંય ખાસ તો બપોરની ઊંઘ).

– ગયા રવિવારે “ચીકન ૬૫” ફરીથી (આ પહેલા પણ એક વખત બનાવેલ) બનાવવામાં આવી અને લાગે છે કે એ બનાવવામાં કુશળતા આવી ગઈ છે. હવે ચાઇનીઝ ક્યુઝીન પર વધુ હાથ અજમાવવાની ઈચ્છા છે.

– શનિવારે માઝ્ને ફરીથી રસી(ઓ) અપાવવામાં આવી, રસીનો ભાવ ઘટી ગયો હોય તેમ લાગ્યું (ગઈ વખત કરતા અર્ધા રૂપિયા થયા, એની એ જ રસી આપવામાં આવી તો પણ ), આ રસી ના ભાવ ક્યારે વધે અને ક્યારે ઘટે એ સમજવું ખરેખર મારી સમઝણ બહાર છે.

– આ વખતે “J. Edgar” અને “THREE MUSKETEERS” મુવી જોવામાં આવ્યા. બંને મુવી સરસ, “J. Edgar” માં Leonardo DiCaprio  નો અત્યંત અદભૂત અભિનય.

શિયાળાની અસર ધીમે ધીમે ઓછી થઇ રહી હોય તેમ જણાય છે.

Advertisements

Written by Kabeer

ફેબ્રુવારી 22, 2012 at 5:52 પી એમ(pm)

%d bloggers like this: