Thoughts of Hamza

થોડા માં ઘણું

એક કામ પત્યું, નો ટુ રિલાયન્સ નેટ

– ગઈ કાલે એક અગત્યનું કામ પત્યું ,  એજન્સીમાં લાંબી લાઈનમાં ઉભા રહીને (સામાન્ય માણસો માટે જ લાઈન પ્રથા હોય છે) નવું ગેસ કનેક્સન લેવામાં આવ્યું (બાટલાનું જ).

– આ કનેક્સન માટેની માથાકૂટ છેલ્લા બે મહિનાથી ચાલતી હતી અને અંતે કનેક્શન મળી જ ગયું. જોકે એક વાત અત્યંત વિચિત્ર લાગી ગેસ ની સગડી જેની કિંમત ૭૦૦ – ૮૦૦ થી વધુ નથી હોતી તેના માટે રૂપિયા ત્રણ હજાર વસુલવામાં આવ્યા. સગડી આપ્યા સિવાય કનેક્શન આપવાની ચોક્ખી ના કહેવામાં આવી.

– લાગે છે કે આ ગેસ એજન્સીઓ આ રીતે જ નોટ ભેગી કરતી હોય છે. ગ્રાહક આમ પણ ગરજનો માર્યો હોય છે એટલે ના છુટકે પૈસા આપવા જ પડે છે, એ પણ ત્રણ થી ચાર ગણા.

– રિલાયન્સ નું ઈન્ટરનેટ ક્યારેય ના લેવું (મારા અનુભવને આધારે સલાહ[મફતમાં]).

Advertisements

4 Responses

Subscribe to comments with RSS.

 1. નવું બ્લૉગ ટાઇટલ !!! અચ્છા હૈ.. 🙂

  કદાચ હવે થોડા દિવસ પછી તમારા ગેસના બાટલા મેળવવાના ત્રાસ માટેની એક પોસ્ટ પાક્કી !! 😀

  રિલાયન્સ ફોન/નેટ કનેક્શનમાં કયારેય પોસ્ટપેઇડ પ્લાન ન લેવો. પ્રિપેઇડમાં કોઇ ફાયદો તો નથી પણ પ્રમાણમાં જલ્દી છટકી શકાય એવું હોય છે.

  બગીચાનો માળી

  ફેબ્રુવારી 24, 2012 at 10:34 એ એમ (am)

  • ઘણા સમય બાદ મુલાકાત લેવા બદલ આભાર, બ્લોગનું શિર્ષક અટપટું નહિ પરંતુ સહેલું લાગે એટલા માટે બદલવામાં આવ્યું.

   ગેસના બાટલો મેળવવાની પોસ્ટ લગભગ ૨૧ દિવસ બાદ લખાશે (જો રસપ્રદ અનુભવ રહ્યો તો). તમારો રિલાયન્સ વિષેનો અભિપ્રાય એકદમ સાચો છે .. મારે પોસ્ટ-પેઇડ કનેક્સન જ હતું, હેરાન થઇ જવાયું.. (મારે તો રિલાયન્સનું પ્રીપેડ કનેક્સન પણ નથી લેવું ભાઈ…).

   હમઝા ઘાંચી

   ફેબ્રુવારી 24, 2012 at 10:55 એ એમ (am)

   • ગેસ કનેક્શન લેવું એ હિંમતનું કામ છે. સદ્ભાગ્યે મારું એ કામ ગયા વર્ષે શાંતિથી પતી ગયું (હા, પૈસા ફોગટના પડાવ્યા). વચ્ચે સાથે આવેલી ફરજિયાત સગડીનો ટેસ્ટ કર્યો તો ખબર પડી કે તે લીકેજ હતી! અને રીપેર કરવા વાળાએ કહ્યું કે આ તો ઘટીયા ક્વોલિટીની છે!! કરો વાત. મૂકી તેને પડતી.

    રીલાયન્સમાં હજી ફસાયેલો છું. ૨૪ કલાક ઘરે રહેવા છતાં રીલાયન્સનું પેલું ડોંગલ લીધેલ છે, પણ વર્ષમાં ચાર-પાંચ વખત મુંબઈ કે બીજી સફર વખતે સારું એવું કામ આવે છે, એટલે અનિલભાઈને હું દર મહિને માલદાર બનાવતો જાઉં છું. થોડા સમયમાં તેને તિલાંજલી આપવાની ઈચ્છા છે.

    Kartik

    માર્ચ 1, 2012 at 5:46 પી એમ(pm)

    • આપને ઘટિયા ક્વાલીટીની સગડી પધરાવવામાં આવી એ જાણી ને અચરજ થયું (રૂપિયા આપવા છતાં ઘટિયા ક્વાલીટી એ ખરો(?) ભ્રષ્ટાચાર કહેવાય).

     રિલાયન્સ નેટના મારા વિસ્તારમાં સ્પીડના ભયંકર લોચા હતા અને ખરી જરૂરત વખતે જ ડોન્ગલ ધોકો આપી દેતું હતું એટલે ના છુટકે તિલાંજલિ આપી દેવામાં આવી. આપણા તરફથી અનીલ ભાઈ ને એટલા ઓછા રૂપિયા.. 😉 છતાં ૨૪ કલાક ઘરે રહેવું એ ખરેખર મારા જેવા દિવસે બહાર રહેતા જીવ માટે લગઝરી કહેવાય.(જોકે ઘરે કાર્યરત રહેવું એ પણ નાનું કાર્ય નથી એ કબુલ).


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: