Thoughts of Hamza

થોડા માં ઘણું

માર્ચ અપડેટસ

ઘણા દિવસો પછી બ્લોગ પર પોસ્ટ કરી રહ્યો છું, વ્યસ્તતાના કારણે પોસ્ટ કરવી ચુકી જવાય છે. 😦

આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ (એમની અમુક તો ભુલાઈ પણ ગઈ) જેમાંની અમુક નીચે નોંધી છે.

– કલોલમાં ગયા શનિવારે દફનવિધિમાં જવાનું થયું (કેટલાક પ્રસંગો ક્યારેય ના થાય તેમ આપણે ઈચ્છતા હોઈએ છીએ પણ આપણું વિચારેલું ક્યાં ક્યારેય થાય છે ?) કેમ  કે ત્યાં અકસ્માતે ૪ લોકોનું મૃત્યુ નીપજ્યું જેમાંના અમુક જ્ઞાતિજનો (કે નાતભાઈ) હતા. વિગતો અહીં જુઓ.

– મિત્ર અશફાકને ત્યાં અગિયારમી નિમિત્તે રવિવારે (૧૮ માર્ચ) કલોલ ના જઈ શકાયું તેનો ખેદ. 😦

– ઓફિસમાં આ શનિવાર એકંદરે સારો ગયો [આ વિધાન ખોટું સમજવું 😉 ]

– શનિવારે એવોર્ડ વિનિંગ ફિલ્મ “The Artist” જોવામાં આવ્યું, અત્યંત અદભૂત મુવી અને તેમાં પણ કુતરાની એક્ટિંગ ગજબની હતી. હિન્દી-પિક્ચર જેવો અંત થતા થતા રહી ગયો (જે અમુક જ મુવીમાં જોવા મળે છે).

– આ રવિવારે, યાસ્મીને સરસ ગાજરનો હળવો બનાવીને રવિવાર સુધારી દીધો.

– માઝ હવે થોડો મોટો લાગે છે પણ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ તેનું તોફાન વધતું જાય છે તેમ લાગી રહ્યું છે ! (એકદમ પપ્પા પર પડ્યો છે 😉 ).

– આ રવિવારે કેરેમલ પુડિંગ (બનાવવા) પર હાથ અજમાવી જોયો જે એકંદરે સફળ પ્રયોગ રહ્યો.

– “ટેબ્લેટમાં ફોટા જોવા (કે વિડીયો ?) એ કોઈ અપરાધ નથી ભલેને તે વિધાનસભા જ કેમ ના હોય.” (આમ પણ, આવા નેતાઓને તો બધું માફ છે, ભાઈ !) – આવું હું નહિ કલીનચીટ કહે છે. 

અન્ના ફરી “એક્ટીવ મોડ” માં આવ્યા હોય તેમ લાગે છે.

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. Bhai hamza…. gaush-e-azam ni agyarmi no thai saki emno amne pan khed che. pan aapdi sathe thayu j evu k je whole life ma kyarey nahi bhuli sakie… bhai zindagi no koi bharoso j nathi e vat mane tyare barabar samjai gai. allah koi ni sathe kharab na kare… aamin ane bhai fari thi tu lakhva aayvo e jani ne ghano anand thayo. aam j lakhto rehje 🙂

    Asfakhusen Ghanchi

    માર્ચ 27, 2012 at 7:45 પી એમ(pm)

  2. ભાઈ અશફાક, ખરેખર એ ગમખ્વાર દુર્ઘટના હતી, અલ્લાહ એમની રૂહ ને સુકુન બખ્શે એટલી જ દુઆ. મુલાકાત લેતો રહેજે. આભાર.


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: