Thoughts of Hamza

થોડા માં ઘણું

એન્ગ્રી બર્ડસ, ગરમી

– હાલમાં જ રીલીઝ થયેલી નવી ગેમ “એન્ગ્રી બર્ડ સ્પેસ”(“Angry Birds Space“) રમવામાં આવી. શરૂઆત ના સ્ટેજ ઇઝી લાગ્યા પણ ગેમ એકદમ રસપ્રદ. ઘણા નવા એલિમેન્ટ ઉમેર્યા હોય તેમ લાગ્યું. પ્લેનેટની ગ્રેવિટી નું લોજીક અને વાતાવરણનું લોજીક ખરેખર અદભૂત કહી શકાય. જો તમારી પાસે એન્ડ્રોઇડ ટેબ કે મોબાઈલ હોય તો “ગુગલ પ્લે” માં થી ડાઉનલોડ કરી રમવા જેવી છે (PC વર્ઝન પણ ઉપલબ્ધ છે) . ઓફીશીયલ ડાઉનલોડ માટે Rovio.com સાઈટ જુઓ.

– ગરમીની શરૂઆત થઇ ગઈ છે, તરબૂચ સ્ટોલ ના ખડકલા જ્યાં ત્યાં દેખાઈ રહ્યા છે હવે કેરી જલ્દી દેખાય તો સારું.

Advertisements

Written by Kabeer

માર્ચ 27, 2012 at 3:51 પી એમ(pm)

4 Responses

Subscribe to comments with RSS.

  1. કેરી જલ્દી દેખાશે તો પણ તેનો શરૂઆતનો ભાવ એવો હશે કે સાંભળીને ગરમી વધી જશે… 🙂

  2. “એન્ગ્રી બર્ડ સ્પેસ” ૨૪મિ એ ડાઉનલોડ કરી અને ૨૫મિ સુધી માં બધા જ levels પતાવી દીધા, બસ હવે ૩ સ્ટાર્સ માટે ઈચ્છા થશે ત્યારે રમીશ…. અને કેરી નો તો ખ્યાલ નહિ પણ કેરીનો રસ(અસલી/નકલી) તો બરાબર વેચાવા લાગ્યો છે હવે….

    virajraol

    માર્ચ 27, 2012 at 6:44 પી એમ(pm)

    • સરસ કહેવાય ! આ વખતે એન્ગ્રી બર્ડના ફીચર પહેલા કરતા પણ સારા જણાય છે. ૩ સ્ટાર દર વખતે મેળવવા એ ખરેખર અઘરી બાબત છે (Compare To Previous Version )… હા પપૈયાનો (Oops કેરી નો ) રસ ઘણા સમયથી બજારમાં મળી રહ્યો છે, પણ સારું છે કે એ ચાખવાનો મોકો હજુ સુધી મળ્યો નથી 😉


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: