Thoughts of Hamza

થોડા માં ઘણું

ઓવન, માઝની બાઈક સવારી, ક્રેડીટ કાર્ડ, મુવી

* ગયા રવિવારે ઓવન(OTG) ખરીદવાની પળોજણમાં પડયું, મોટેભાગે કોઈ પણ શોપ માં બે થી વધુ બ્રાંડના ઓવન ના જોવા મળ્યા. લાગે છે હજુ થોડી રાહ જોવી પડશે  સારા વિકલ્પો માટે.

* માઝની પ્રથમ (યાસુની પણ છ મહિના પછીની પ્રથમ) બાઈક રાઈડ એકંદરે સરસ રહી (આ ઓવન ખરીદવાના ચક્કરમાં એને સરસ ફરવા મળી ગયું). જોકે બપોરનો સમય હોવાથી ચાલુ બાઈક માં સુઈ ગયો.

* ક્રેડીટ કાર્ડ તમને અત્યંત ખર્ચાળ બનાવી દે છે(સ્વ અનુભવ). હવે તો તેને ઘરે રાખવામાં જ ભલાઈ છે.

* થોડા દિવસો પહેલા ઘોસ્ટ રાઈડર ૨ અને મિશન ઈમ્પોસીબલ ૪ જોવામાં આવી, જેમાં MI4 અત્યંત સુંદર (અનીલ કપૂરનો કાર્ટુન જેવો રોલ) હતી. જયારે ઘોસ્ટ રાઈડર ૨ માં  પહેલા ભાગ જેવી મજા નાં આવી (અંતમાં શેતાનને પાતાળમાં કેવી રીતે મોકલી દેવામાં આવે છે તે પણ એક જ સાંકળ ના ઝાટકે, એ વાત હજમ જ ના થઇ).

* આ રવિવારે યાસુ એ સ્વાદિષ્ટ નિહારી (એક વાનગી) બનાવી, ખુબ મજા આવી ગઈ.

* અમદાવાદમાં બી.આર.ટી.એસ. ને કારણે રસ્તા સાંકડા કરવાનું કામ પુરજોશમાં ચાલુ છે. (યુનીવર્સીટી રોડ સાંકડો થઇ રહ્યો છે)

* ગરમીનો પારો ખુબજ વધી રહ્યો છે (અને કેરીનો ભાવ પણ આસમાને પહોચેલ છે).

* જો તમે મીઠાઈના શોખીન હોવ તો મુંબઈના પ્રખ્યાત અફલાતુન(અને બીજી ઘણી બધી મીઠાઈઓ)  મંગાવવા www.sulemanmithaiwala.com પર ઓનલાઈન ઓર્ડર આપવા જેવો છે. (આ જાહેરાત ના સમજવી, મેં પોતે મંગાવી છે એટલે શેર કરું છુ)

* દુધના ભાવ ફરી થી વધવાના છે (પેટ્રોલના પણ વધવામાં જ છે), જેથી હવે બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી થઇ ગયો છે.

Advertisements

4 Responses

Subscribe to comments with RSS.

 1. મારા મતે ક્રેડિટ કાર્ડ ઘણી ખરાબ વસ્તુ છે અને તેના જુલ્મથી બચવાનો સરળ ઉપાય છે, તેને બંધ કરાવી દો. (અને તેને પરત જે-તે બેન્કને મોકલી આપો.)

  ઓવન મુખ્ય ત્રણ ટાઇપના આવે છે (કયા-કયા ટાઇપ કહેવાય એ તો યાદ રહ્યુ નથી.) પણ તેમાં વચ્ચેના ટાઇપનું જ ઓવન ખરીદવું સલાહ ભર્યું છે. (જેમાં બેકરી આઇટમ સિવાય લગભગ દરેક ચીજ બનાવી શકાય છે.) અને તેની કિંમત વધુમાં વધુ ૬૦૦૦ સુધી હોઇ શકે. મે હમણાં જ બજાજ કંપનીનું ઓવન ૪૭૦૦ ની આસપાસ ખરીદ્યું છે. હજુ સુધી સરસ ચાલે છે. (તેનો લાઇવ ડેમો જોવા ઘરે પધારશો. ;))

  આ ઉપરાંત ‘Next’ માં વિડીયોકોનનું ઓવન પણ ગમ્યું હતું પણ તેની સાથે બાઉલ-સેટ ન આવતો હોવાથી તેને રીજેક્ટ કરવામાં આવ્યું હતું.

  • દર્શીતભાઈ, ખરેખર ક્રેડીટ કાર્ડ લઇ ને પસ્તાવાનો વારો આવ્યો હોય એવું લાગે છે. જોઈએ હવે કેટલા દિવસ આ કાર્ડનું ચક્કર સહન કરી શકું છું. પછી તો આખરે તિલાંજલિ જ આપવી પડશે એમ લાગે છે. (તમારો પણ ક્રેડીટ કાર્ડનો અનુભવ સારો નથી લાગી રહ્યો !!! )

   ઓવન પર હજી સુધી પસંદગી નથી પાડી શકાઈ… ત્રણ ટાઈપ મારા મુજબ OTG , Convection અને માઇક્રોવેવ એમ ત્રણ પ્રકાર ના આવેછે જેમાં મને otg જ પસંદ છે (બેક કરવા માટે) … અને તમારે ત્યાં જરૂર માઈક્રોવેવ ઓવન હશે.. (ક્યારેક જરુથી ડેમો જોવા આવીશ 😉 )

   neXT માં પણ otg પ્રકારના ઓવન નથી મળતા 😦 … અને બીજે બધે મુખ્યતવે બજાજ અને “મોર્ફી રીચાર્ડસ” બ્રાન્ડના જ ઓવન જોયા છે અત્યાર સુધી.. લાગેછે એ બેમાંથી જ પસંદગી કરવી પડશે….

   હમઝા ઘાંચી

   એપ્રિલ 14, 2012 at 12:07 એ એમ (am)

   • ક્રેડિટ કાર્ડ એમ તો સારી વસ્તુ છે, જો ગણતરી કરી અને ધ્યાન આપીને વાપરો તો. ધ્યાન ખરેખર રાખવા જેવું છે. એક ક્રેડિટ કાર્ડ ઉપરથી બીજું ક્રેડિટ કાર્ડ ક્યારેય ન લેવું. કાર્ડનો પાછળનો કોડ વ્હાઈટનરથી ઢાંકી રાખવો અને જ્યારે સ્વેપિંગ માટે આપો ત્યારે તમારી સામે સ્વેપ કરે છે તે જોવું. નાનકડી દુકાનો એ પરચૂરણ ખરીદી માટે ન વાપરવું.

    હવે જો કે ઓનલાઈન ખરીદી માટે નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડ સરસ ચાલે છે એટલે CC ની આવશ્યકતા રહી નથી. છતાંયે, કોઈક વખત મને એવી જરુર પડી છે કે અફસોસ થાય છે.

    Kartik

    એપ્રિલ 16, 2012 at 1:38 પી એમ(pm)

    • હા એમ તો કોઈ મોટી વસ્તુ લેવા માટે જરૂર થી કામ માં આવે પણ પાકીટમાં રાખવા કરતા ઘરે જ રાખવું એ વધુ સલામત છે. ક્રેડીટ કાર્ડ ની ટીપ્સ બદલ આભાર…
     આમ તો હું પણ મોટાભાગે ઓનલાઈન શોપિંગ માં DC અને netbanking નો જ ઉપયોગ કરું છું(નવું કાર્ડ એટલા માટે વપરાયું કેમ કે yearly ફીસ ના ભરવી પડે 😉 ) ,

     હમઝા ઘાંચી

     એપ્રિલ 16, 2012 at 9:56 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: