Thoughts of Hamza

થોડા માં ઘણું

ભૂકંપ, ઓવન, ક્રોમા સ્ટોર, કહાની

-ગયા શનિવારે સવારે ૮.૫૩ વાગ્યે ભૂકંપ નો અમુક સેકંડ સુધી અનુભવ થયો અને ૨૬ મી જાન્યુઆરીની યાદ તાજી થઇ ગઈ.

-આખરે ઓવન લઇ લેવામાં આવ્યું પસંદગી પડી બજાજ ના ૨૦ લીટરના OTG ઓવન પર. ચીકન ટીક્કા વાનગી બનાવીને ઓવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચાલો હવે દરેક જાતની તંદુરી વાનગી બનાવવામાં સગવડતા રહેશે.

– જોકે ક્રોમા સ્ટોરમાંથી કોઈપણ વસ્તી ખરીદતી વખતે એ ધ્યાન રાખવું કે તમને આપેલા બોક્સ માં ઉપકરણની સ્થિતિ કેવી છે, કૈક ડેમેજ તો નથી ને એ ખાસ જોઈ લેવું. મને ખરીદી પછી કપરી પરીસ્થીતીનો સામનો કરવો પડ્યો કેમ કે મને ડેમેજ પીસ પધરાવી દેવામાં આવ્યું હતું, ઘરે જઈને બોક્સ ખોલતા ઓવન પર મસમોટો ગોબો જણાયો, ઓવન તરતજ પેક કરીને પાછુ સ્ટોર પર લઇ જવું પડ્યું, અને ત્યાં ડેમેજ પીસ બદલી દેવામાં આવ્યું. એટલે કોઈ પણ વસ્તુ લેતા પહેલા તે બરાબર ચકાસી લેવી જેથી કોઈ ધરમ ધક્કા ના પડે.

– માઝ અને યાસુ ને સાથે સાંજે ઇસ્કોન મોલમાં ફરવા ગયા, જ્યાં ખાસ તો માઝ માટે અમુક સામગ્રી લેવાની હતી જેમ કે કપડા, રમકડા અને બીજું ઘણું બધું જે કિડ્સ ઝોન (જે ત્યાં આમ તો નાનકડો સ્ટોર હતો, આના કરતા વિજય ચાર રસ્તા પરનો સ્ટોર વધુ મોટો હતો)માં થી લેવાનું થયું. ત્યાંથી રિલાયન્સ મોલમાંથી ઓવન માટેની સામગ્રી (બેકવેર) ખરીદવી હતી પણ એવી કોઈ આઈટમ જોવા ના મળી. 😦

– આમ રવિવાર એકંદરે વ્યસ્ત રહ્યો, રાત્રે “કહાની” મુવી જોવામાં આવ્યું જે ખુબજ રસપ્રદ હતું.

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. ક્રોમા તો ઠીક, બીજા દરેક ઈલેક્ટ્રોનિક સ્ટોરથી સાચવવું.

    Kartik

    એપ્રિલ 16, 2012 at 1:33 પી એમ(pm)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: