Thoughts of Hamza

થોડા માં ઘણું

વોટરપાર્કની મુલાકાત

– ગયા સોમવારે શંકુ વોટરપાર્ક (મહેસાણા હાઇવે) ની મુલાકાત લેવામાં આવી. હું અને બીજા બે ખાસ મિત્રો, જે ઘણા સમય પછી ભેગા થયા અને વોટરપાર્ક જવાનો પ્લાન નિર્ધારિત કરવામાં આવ્યો. મારી આ વોટરપાર્કની પહેલી મુલાકાત હતી.

– આમ તો સવારે નીકળી જવાનું હતું પણ નીકળતા નીકળતા બપોર થઇ ગઈ. ભરબપોરે નીકળ્યા હોવાથી હાઇવે પર ટ્રાફિકનો કોઈ પ્રશ્ન ન નડ્યો.

– ત્યાં જતા ટીકીટ લઇ લીધી અને ત્યાના કોસ્ચ્યુમ ધારણ કરી દીધા (કાળા ચડ્ડા) જેનું ભાડું 100 રૂપિયા હતું [જો કે આટલામાં તો નવો ચડ્ડો આવી જાત].

– આખરે ગોબરા લોકર-રૂમમાં ચેન્જ કર્યા બાદ પાણીમાં ધુબાકા શરુ કર્યા.

– અમે ત્રણે મિત્રો દ્વારા તરવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી (આ તરવું ખરેખર અઘરી બાબત લાગી રહી છે, જલ્દી શીખવું રહ્યું).

– રજા સિવાયના દિવસે પણ ત્યાં ભીડ ખુબ જોવા મળી. રાઈડના વારામાં ઘણી લાંબી લાઈન લાગેલી હતી. જોકે ધીરજનું ફળ ઘણું રોમાંચક મળ્યું અંને મોટાભાગની રાઈડ ટ્રાય કરવામાં આવી જેમાં ખુબ મઝા આવી.

– મિત્રો જોડે સ્વીમીંગ પુલ (વિથ વેવ્સ) માં ખુબ ધુબાકા કર્યા અને ઘણી પાણીની રમતો રમ્યા. એમાં અમે ત્રણેયે ટ્રાય કરેલ પાણીમાં શ્વાસ રોકી રાખવાની રમત ખરેખર ગજબ લાગી. ત્યાં કેટલાક લોકો પાણીમાં માથું નાખી ઉંધા થઇ જતા હતા [Up Side Down] જે જોઇ ખરેખર અચરજ લાગ્યું [મને એ લોકો કુશળ મરજીવા લાગ્યા].

– ત્યાં ભોજન તો બિલકુલ ના કરવું, બેસ્વાદ જમવાનું અને અધધધ ભાવ [Waste of Money ]. જોકે આ ભૂલ અમે સારી રીતે કરી.

– વેવ્સવાળા પુલમાં [અકસ્માતે] તૂટેલી ફર્શનો ખરાબ અનુભવ એ થયો કે અંગુઠો ઘાયલ થઇ ગયો. જોકે ફર્સ્ટ-એડ ની સુવિધા હોવાથી તરત સારવાર લેવામાં આવી પણ પછી પાણીમાં જવાનું ટાળવામાં આવ્યું 😦 .

– અંતે અમે બધા છ વાગે ત્યાંથી કલોલ તરફ આવા નીકળ્યા અને કલોલ હાઇવેની પ્રખ્યાત અમ્રિત હોટલમાં સરસ ચા પીવા સ્ટોપ કર્યું.

– ખરેખર એક યાદગાર અનુભવ [જો વાગ્યું ના હોત તો વધુ યાદગાર અનુભવ ગણાત 😦 ].

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. બની શકે કે…..વાગ્યું એટલે વધારે યાદગાર રહે. 🙂

    તરવાનું મને પણ શીખવું છે… પણ…..શીખવાનું રહી જાય છે.

  2. હા વાગવાના કારણે જરૂર યાદ રહેવાનું … ચાલો ત્યારે કયાંક તરવાનું શીખવાનું ગોઠવીએ…(વાસણામાં વીર સાવરકર સ્વીમીંગ પુલ આવેલ છે ત્યાં કદાચ શીખવાડે છે)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: