Thoughts of Hamza

થોડા માં ઘણું

ફિલ્મસ, એન્ડ્રોઇડ, વરસાદ, ફ્રેંચ ફ્રાઈસ

“ગેંગ્સ ઓફ વાસેપુર” જોવામાં આવ્યું .

અનુરાગ કશ્યપ નું માસ્ટરપીસ મુવી. જેમાં આમ તો કોઈ હીરો નથી પણ પાત્રોનું વિવરણ  અદભૂત રીતે કરેલ છે. મ્યુઝીકમાં “કેહ કે લુંગા” સોંગ  કર્ણપ્રિય લાગ્યું. આ મુવીના પાર્ટ-ટુ ની ઇન્તેજારી રહેશે. બીજું મુવી, “તેરી મેરી કહાની ” એક વાર જોવાજેવું છે બાકી ના જુઓ તો પણ ચાલે.

Android તરફ વળવાનો વિચાર છે મોટા ભાગે “ગેલેક્સી Ace ૨ કે Ace Plus” લેવાનો વિચાર છે[જો કે તે ICS4 ના હોવાથી મન અચકાય છે]. જો કોઈને સારા (અને સસ્તા ) એવા ICS4 ફોનની માહિતી હોય જણાવવા વિનંતી.

ચોમાસાની શરૂઆત થવામાં છે. આશા છે આ વખતે સારો એવો વરસાદ પડે.

મેક ડોનાલ્ડે “પેરી પેરી સ્પાઇસ” ફ્રાઈસ બંધ કરી દીધી જે ખરેખર એક આંચકા જનક પગલું લાગ્યું (એટલીસ્ટ મારા માટે). મારા ખ્યાલથી આ પ્રકારની ફ્રાઈસની માંગ ઘણી હતી તો પણ Disconitnue કરી એ અજબ વાત છે… હશે કોઈ બીઝનેસ strategy…

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. આ મહિના માં ક્લાસિક પિકચરો ની વણઝાર લાગી છે . . . Gangs of Wasseypur , Shanghai , Prometheus , The amazing spiderman and કેવી રીતે જઈશ ?

    • ગેંગસ ઓફ વસેપુર 1-2 જેવું ગજબ મુવી કોઈ નથી. મનોજ બાજપાઈ અને નવાઝૂદ્દીન સિદ્દીકીનો શ્રેષ્ઠ અભિનય.

      હમઝા ઘાંચી

      સપ્ટેમ્બર 3, 2012 at 11:00 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: