Thoughts of Hamza

થોડા માં ઘણું

ગજબ વરસાદ

ગઈકાલે વરસાદનો અદ્વિતિય  (બીજા ઘણા અમદાવાદીઓની જેમ) અનુભવ થયો.

વાત એમ હતી કે ઓફીસથી નીકળ્યો ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદ રોકાવાની રાહ જોવાય તેમ નહોતું (એક પ્રસંગ ને કારણે), એટલે છ વાગ્યે ઓફીસથી બાઈક લઈને નીકળ્યો.

રસ્તામાં ઘણા વાહનો બંધ પડેલા જોઈ એમ વિચાર્યું કે  બાઈક આજે વરસાદ સહન કરી લે અને ઘરે ટાઈમસર પહોચાડે તો સારું કેમ કે સમયસર પહોચવું જરૂરી હતું .

હેમખેમ હાઇવે પકડી ને પ્રહલાદનગર ગાર્ડન સુધી પહોચ્યો પણ ત્યાંથી અંતરિયાળ વિસ્તારમાં ગોઠણ સમા પાણી હતા અને ઉપરથી ગજબનો ટ્રાફિક. બાઈક પાણીમાં લઇ તો ગયો પણ આગળ હજુ ઊંડા પાણી જણાઈ રહ્યા હતા. એટલે નાછુટકે ટૂંકો માર્ગ મૂકી લાંબો માર્ગ અપનાવવો પડ્યો એ દરમ્યાન યુ ટર્ન લેતા લેતા મને અને બાઈકને ઘણા પરસેવા છુટી ગયાં. મહામહેનતે પુર જેવા પાણીમો બાઈક વાળીને ટ્રાફિક ઓળંગીને કેક શોપ સુધી પહોચ્યો. ત્યાંથી કેક લઇ ઘરે પહોચ્યો. સામાન્ય રીતે આ 20 મીનીટનો રસ્તો કાપતા આજે એક કલાક અને 10 મિનીટ લાગી.

પણ આખરે “અંત ભલા તો સબ ભલા”.

Advertisements

Written by Kabeer

સપ્ટેમ્બર 4, 2012 at 7:25 પી એમ(pm)

%d bloggers like this: