Thoughts of Hamza

થોડા માં ઘણું

બર્થડે, મુવીઝ, પેટ્રોલ ભાવઘટાડો

– ગઈ છટ્ઠી ઓક્ટોબરે માઝનો પ્રથમ બર્થ ડે ઉજવવામાં આવ્યો. ઘણા સમય બાદ પરિવાર અને મિત્રો સાથે ખુશીની પળો માણી.

– આ સમય દરમ્યાન ઘણા બધા મુવી જોવામાં આવ્યા (જે મોટા ભાગે એન્ડ્રોઇડ ફોન પર જ જોવાય છે આજ કાલ). હિન્દી મુવીમાં ઓ માય ગોડ, હિરોઈન જેવા મુવી જોવાયા જેમાં ઓ માય ગોડ સારું લાગ્યું. હોલીવુડ મુવીમાં મુનરાઈસ કિંગડમ, એક્સ્પાનડેબલ-૨ અને આઈસ એજ : ફોર જોવામાં આવ્યા જેમાં બધા મુવી ઉત્તમ લાગ્યા. મુનરાઈસ કિંગડમને આ વરસે જરૂરથી ઘણા બધા ઓસ્કાર મળવાના છે.

– પેટ્રોલના ભાવ ૫૬ પૈસા ઘટતા નવાઈ લાગી. વધારવાના પાંચ રૂપિયા અને ઘટાડવાના ૫૬ પૈસા (પબ્લીકને જબરા ઉલ્લુ  બનાવે છે આ ઓઈલ કંપનીઓ).

Advertisements
%d bloggers like this: