Thoughts of Hamza

થોડા માં ઘણું

ડિસેમ્બર અપડેટ્સ

– ઘણા સમય પછી આખરે અપડેટ કરી રહ્યો છુ. (કારણ:મારી આળસ)

– આખરે ફરી ભાજપ સરકાર બની ગઈ (કે મોદી સરકાર? ). લાગતા-વળગતાને એ બદલ અભિનંદન.

– ઠંડી ની મોસમ સારી એવી ખીલેલી છે . આજ કાલ વહેલું ઉઠવું તો લગભગ અશક્ય જ લાગે છે .

– આટલા દિવસોમાં ઘણી બધી મુવી જોવાઈ ગઈ . જેમાં “મેન વિથ આયર્ન ફીસ્ટ”, “રેઇન મેન” , “ધ ગ્રેજ્યુએટ”, “ઈનસોમ્નિઆ” રસપ્રદ લાગી.

– અને હા, એન્ડ્રોઇડ અનુભવ સરસ રહ્યો. એન્ડ્રોઇડ તરફ ઘણા સમય પહેલા વાળવાની જરૂર હતી એમ લાગે છે.

– એપોકેલીપ્સની આગાહી આખરે ખોટી ઠરી જોકે ઘણા મુર્ખોએ એની આગોતરી તૈયારીમાં અઢળક રૂપિયા ખર્ચી નાખ્યા એ જાણી નવાઈ લાગી .

Advertisements

Written by Kabeer

ડિસેમ્બર 26, 2012 at 2:58 પી એમ(pm)

10 Responses

Subscribe to comments with RSS.

  1. ~>ઘણા ટાઈમે તમને જોઇને સારું લાગ્યું…..(વેલકમ બેક :D)
    ~>આવી ઠંડીમાં એક્ઝામ ગોઠવીને વહેલા ઉઠવાની અમારે તો ફરજ પડી છે…. 😦
    ~>અને એન્ડ્રોઇડ તો છે જ મસ્ત….જો કે મારી પાસે હજુ એન્ડ્રોઇડ ડીવાઈસ છે નહિ(એન્ડ્રોઇડ ડેવલપિન્ગમાં હોવા છતાં :P) તો કામચલાઉ એમ્યુલેટર યુઝ કરીને લેપટોપપર જ એન્ડ્રોઇડની એપ્સ ની મજા માણું છું(http://bluestacks.com/)…. 😉
    ~> લખતા રહેજો 🙂

    virajraol

    ડિસેમ્બર 26, 2012 at 3:54 પી એમ(pm)

    • એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ..
      લખતાં રહેવાની કોશિશ કરીશ…
      અને હા, જલ્દીથી એન્ડ્રોઇડ ડીવાઈસ વસાવા જેવો ખરો.

      હમઝા ઘાંચી

      ડિસેમ્બર 27, 2012 at 10:09 એ એમ (am)

  2. ઘણા સમય બાદ આપને બ્લોગ પર એક્ટીવ જોઇને ખરેખર આનંદ થયો, આપ આમજ લખતા રહો તેવી શુભેચ્છા

    અમીન ફત્તેહ

    ડિસેમ્બર 26, 2012 at 7:20 પી એમ(pm)

  3. આળસુ તો અમે પણ છીએ પણ આટલા બધા નહી હોં !!!!

    વેલકમ બેક…..

    બગીચાનો માળી

    ડિસેમ્બર 26, 2012 at 8:08 પી એમ(pm)

  4. પ્રિય હમઝા ભાઈ અમેરિકા જેવા દુનિયામાં આગળ પડતા દેશોમાં આપણ ને આશ્ચર્ય થાય એવા મુરખાઓ વસેછે .

    aataawaani

    જાન્યુઆરી 5, 2013 at 6:19 એ એમ (am)

    • શ્રી આતા, મેં પણ મોટાભાગે અમેરિકા અને યુરોપિયન દેશોના ઉદાહરણો જ જોયા હતા.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 5, 2013 at 10:10 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: