Thoughts of Hamza

થોડા માં ઘણું

મારા ન્યુ-યર રીઝોલ્યુશન્સ (અંગત લક્ષ્યો) 2013

* પહેલા તો સૌ કોઈને નવા વરસની શુભકામનાઓ

* આ વરસે પણ મારા કેટલાક અંગત લક્ષ્યો છે ગયા વરસની જેમ જ.

– વજન ઘટાડવું (અથવા કસરત શરુ કરવી).

– બચત કરવી (ટૂંકમાં, ઓછો ખર્ચ કરવો).

– તરતા શીખવું (જે ગયા વરસે શીખવાનું રહી ગયું).

– ઘણા બધા પ્રવાસો કરવા.

– અંગત જીવનમાં વધુ સમય આપવો.

– અને હા, રેગ્યુલર બ્લોગ અપડેટ કરવો.

– ધીરજ ધરતા શીખવું.

– ના જોવાયેલી ઘણી બધી મુવી જોવી.

* નવા વરસ ની શરૂઆત “બીફોર સનસેટ” જોઇને કરી જે “બીફોર સનરાઈઝ” ની સિકવલ છે. બંને અદભુત મુવી. હવે આ વર્ષે એના ત્રીજા ભાગ ની રાહ જોવી રહી (બીફોર મીડનાઈટ).

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 1, 2013 at 1:34 પી એમ(pm)

8 Responses

Subscribe to comments with RSS.

  1. 1} Same pinch for : Swimming & Travelling 🙂

    2} બીફોર સનસેટ અને બીફોર સનરાઇઝ બંને મુવીઝ ઘણા સમયથી પાસે પડ્યા છે , પણ દર વખતે ચુકાઈ જવાય છે 😦

    નિરવ ની નજરે . . !

    જાન્યુઆરી 1, 2013 at 1:51 પી એમ(pm)

    • તરવાનું ગયા વરસનું નક્કી કરેલ જે હજુ સુધી નથી સીખાયું.

      બંને સરસ મુવી છે (જો રોમાન્ટિક મુવી ગમતા હોય તો ).. વહેલી ફૂરસદે જોઈ લેવા !

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 1, 2013 at 3:34 પી એમ(pm)

  2. તમારી પોસ્ટ વાંચી ને જ આજે બંને મુવીઝ જોઈ લીધા……એન્ડ બોથ મુવીઝ વર બ્યુટીફૂલ, હવે તો થર્ડ પાર્ટની રાહ હું પણ જોઉં જ છું….! 🙂

    virajraol

    જાન્યુઆરી 3, 2013 at 4:29 પી એમ(pm)

  3. પ્રિય હમ્ઝાભાઈ તમારાં અંગત લક્ષ્યો પરમેશ્વર સફળ કરે એવી મારી શુભેચ્છાઓ

    aataawaani

    જાન્યુઆરી 3, 2013 at 7:25 પી એમ(pm)

  4. વજન ઘટાડવું (અથવા કસરત શરુ કરવી). — આ અથવા કાઢી નાખજો અથવા જમવામાં ધ્યાન આપો તો આ વસ્તુ શક્ય બને! દૂધ અને દહીં બન્નેમાં પગ ન રખાય 🙂

    કાર્તિક

    જાન્યુઆરી 3, 2013 at 8:09 પી એમ(pm)

    • મને પણ ખબર છે કે આ કે અથવા ભૂલ ભરેલું છે.. આપની સલાહ પર જલ્દી અમલ કરવામાં આવશે.

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 4, 2013 at 10:19 એ એમ (am)

  5. આતાશ્રી , ઘણા દિવસો પછી મુલાકાત લેવા અને શુભેચ્છા બદલ આભાર.

    હમઝા ઘાંચી

    જાન્યુઆરી 4, 2013 at 10:15 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: