Thoughts of Hamza

થોડા માં ઘણું

ઠંડી, લોકપાલ અને વજન કેમ ઘટાડવું

– ઠંડી ની સીઝન સરસ જામી છે. સવારે ઓફીસ જતા જેકેટ પહેરવા છતાં જબરી ટાઢ વાતી હોય છે !

– ગુજરાતમાં આખરે લોકપાલની નિયુક્તિ કાયદેસર (કોર્ટ હુકમથી) થઇ ખરી. હવે લોકપાલનો ઉપયોગ સુયોગ્ય રીતે થાય છે કે કેમ એ જોવું રહ્યું.

– આજકાલ ઉતરાયણની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

– વજન કેમ ઘટાડવું એ વિષે કોઈ ને કંઈક વિશેષ જ્ઞાન હોય તો વહેંચવા વિનંતી. (સિવાય કે કસરત )

Advertisements

Written by Kabeer

જાન્યુઆરી 3, 2013 at 5:37 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

  1. હમઝા ભાઈ
    અમેરિકામાં મારી સાથે નોકરી કરતી છોકરીનો એક છોકરો મિત્ર હતો . છોકરી બહુ જાડી હતી . મિત્રે છોકરીને કીધું કે તારું વજન ઘટાડવાનું શરુ કરી દે જો તું આવી જાડકી હઈશ તો આપણી દોસ્તી લાંબી નહિ ચાલે .છોકરીએ આશ્ચર્ય થાય એટલી હદે વજન ઘટાડી દીધું .અને શક્તિમાં વધારો કરી દીધો .તેની બેન પણીઓએ વઝ્ન ઘટાડવાનું રહસ્ય પૂછ્યું તો જવાબ આપ્યો કે મેં ખોરાકમાં નાખતા મરી મસાલાનો ત્યાગ કર્યો .એટલે મારો ખોરાક ઘટી ગયો . અને મને કકકડીને ભૂખ લાગતી ત્યારે ખાતી એટલે મને સ્વાદની જરૂર નો રહેતી અને જેટલું ખાતી એટલું પછી જતું જાજરૂ પણ થોડું અને સહેલાય થી થતું .મારી શક્તિ વધતી હોય એવો એહસાસ થતો .અને પછી હસતા હસતા કહેતી કે વધારે શક્તિ બ્સ્બત મારા દોસ્તને પૂછો।

    aataawaani

    જાન્યુઆરી 5, 2013 at 6:42 એ એમ (am)

    • મુરબ્બી આતા, ખરેખર પ્રેરણા લેવા જેવી વાત કહી આપે… મરી-મસાલા ઘટાડવાથી જરૂરથી ફરક પડે એમ મને પણ લાગે છે…. જોઈએ કે હું આ સલાહ પર અમલ કરી શકું કે કેમ ! (જો કે મરી મસાલા વિનાનું ભોજન એવું વિચારતા પણ ડઘાઈ(કે ડરી) જવાય છે)

      હમઝા ઘાંચી

      જાન્યુઆરી 5, 2013 at 9:59 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: