Thoughts of Hamza

થોડા માં ઘણું

ઓગસ્ટ અપડેટ્સ

Madras Cafe Still Image

John Abraham in Madras Cafe Movie

– ઘણા દિવસ પછી કંઈક લખવાની ઈચ્છા જાગી. આટલા દિવસ સુધી ગેરહાજર રહેવા બદલ ક્ષમાયાચના.

– આટલા દિવસોમાં ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ જે વિષે બીજા બ્લોગર મિત્રો એ ઘણું લખી દીધું.

– એક વાત સારી થઇ કે રમઝાન માસમાં ખાસું એવું વજન ઘટી ગયું ( જો કે કસરત હજુ પણ ચાલુ થઇ શકી નથી).

– તરવાનું ગયા વરસથી શીખવું છે પણ પોતાની જાત માટે સમય નીકળવો ઘણો અઘરો થઇ ગયો છે આજકાલ.

– રોજનું એક મુવી (ક્યારેક બે ) જોવાનું સતત ચાલુ છે એટલે કયા કયા મુવી જોયા એ કહેવું અઘરું છે, પણ હા મોટાભાગે અંગ્રેજી મુવી વધુ જોવાયા અને હિન્દીમાં મદ્રાસ-કેફે સારું લાગ્યું (જોન નો અદ્ભુત અભિનય).

– આટલા દિવસોમાં યાત્રા રૂપે ડીગ્રી-સર્ટી લેવા રાજકોટની મુલાકાત લેવાઇ જેમાં મિત્ર અશ્ફાક જોડે સારો એવો સમય પસાર કર્યો.

– યુ.પી.એ. સરકાર દ્વારા ફૂડ સિક્યુરીટી બીલ પસાર થઇ ગયું જે ગરીબોને મહદઅંશે મોંઘવારીથી લડવામાં જરૂર સહાયરૂપ થશે. (જો કે વાંક્જોયા લોકો આમાં પણ કોંગ્રેસને ભાંડવાના જ છે.)

– પી.એમ. પદ માટે જબરજસ્ત હોડ ચાલી રહી છે. સત્તાથી મોટો કોઈ નશો હોતો નથી એ આ રાજનેતાઓ જાણે અજાણે જાહેર કરી જ દેતા હોય છે.

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. ઈદ મુબારક હમઝાભાઇ,ઘણા દિવસે દેખાણા ! મારે પણ આપ જેવુંજ છે ! સમય ના અભાવે !……..

    Shakil Munshi

    ઓગસ્ટ 27, 2013 at 1:14 પી એમ(pm)

    • આપને પણ ઈદ મુબારક (જો કે હવે બકરા ઈદ પણ નજીક જ છે). સમય કાઢવાની કોશિશ ચાલુ છે આજ કાલ. જોઈએ !

      હમઝા

      સપ્ટેમ્બર 3, 2013 at 10:40 એ એમ (am)


ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: