Thoughts of Hamza

થોડા માં ઘણું

મારા વિષે

with 3 comments

હમઝા માટે ટેકનોલોજી તેમજ ગેજેટ્સ એ રસ નો વિષય. એ સિવાય વેબસાઈટ અને ઈન્ટરનેટ માં ઊંડો રસ. કામકાજ પણ એ જ. MCA દ્વારા કમ્પ્યુટર નિષ્ણાંત. ફરવાનો ખુબ જ શોખ અને નવા સ્થળો તેમજ નવું ભોજન (જે ક્યારેય ના આરોગ્યું હોય એવું) જમવાનો તેમજ બનાવવાનો  (કુકિંગ) નો પણ શોખ.

હવે બ્લોગ પર વળીએ,

આ બ્લોગ મારા પોતાના વિચારો અને રોજ બરોજ ના રસપ્રદ પ્રસંગો વિષે છે. આશા છે કે આ બ્લોગ વાંચવાની મઝા આવશે તમને.

શોખ:

– નવી ટેકનોલોજી ને લગતી માહિતી મેળવતા રહેવું અને શક્ય થાય તો બીજા ને પણ કહેવું.

– આ સિવાય નવા સ્થળો ની માહિતી મેળવવી અને ત્યાં જવા વિષે વિચારવું (શક્ય હોય તો જવું પણ)

– નવા ભોજનો જમવા તેમજ જાતે બનાવતા પણ શીખવું (વાંચીને કે વિડીઓ જોઇને).

સંપર્ક માટે જુઓ, આ બ્લોગનું સંપર્ક પાનું.

Advertisements

Written by Kabeer

નવેમ્બર 28, 2011 at 4:35 એ એમ (am)

3 Responses

Subscribe to comments with RSS.

 1. જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો કે યાદગીરીઓ સમય જતા ભુલાઇ જાય છે અથવા ખોવાઇ જતી હોય છે. જીવન દરમ્યાન બનેલા સારા-નરસા બનાવોને સાચવવા અને વાગોળવા લગભગ દરેકને ગમે. આપનો હેતુ જ એ છે એટલે વધુ કંઇ કહેવુ નથી.
  આપને વાંચવા ચોક્કસ ગમશે. નિયમિત લખતા રહેજો અને નીરંતર વિકસતા રહેજો.. ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.


  દર્શિત, અમદાવાદ.

  બગીચાનો માળી

  ડિસેમ્બર 3, 2011 at 11:11 પી એમ(pm)

  • દર્શીતભાઈ, પહેલાં તો ગુજરાતી બ્લોગજગત માં આપના આવકાર બદલ આભાર. તમે એકદમ સાચી વાત કહી, મારા મત મુજબ રોજબરોજના બનાવો ને ક્યાંક લખી રાખ્યા હોય અને ક્યારેક ઘણા સમય પછી તે જોઈએ(વાંચીએ) એટલે અનેરો આનંદ મળે છે. આપનો બ્લોગ (બગીચો) પણ ખરેખર ખુબ જ રસપ્રદ છે. મળતા રહીશું !

   હમઝા ઘાંચી

   ડિસેમ્બર 5, 2011 at 11:50 એ એમ (am)

 2. નમસ્કાર!
  આપનો બ્લોગ ”Thaughts of Hamza” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  gujaratilexiconcom

  ઓગસ્ટ 5, 2013 at 11:32 એ એમ (am)


આપનો પ્રતિભાવ

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: