Thoughts of Hamza

થોડા માં ઘણું

Archive for the ‘એરપોર્ટ’ Category

હેપી ધૂળેટી, એરપોર્ટ, કલોલ મુલાકાત

– સૌ કોઈ ને હેપી હોળી અને ધૂળેટી.

– સવારે સગાંને એરપોર્ટ પર પીક-અપ કરવા જવાનું થયું,  ઘણા સમય પછી તેઓને મળીને સારું લાગ્યું. એરપોર્ટ જવા હેલો ટેક્સીની એક દમ સરસ સર્વિસ અને વ્યાજબી ભાડું ( આને જાહેરાત ના સમજવી, સ્વ અનુભવને આધારે વર્ણન [ફરી જરૂર સેવા લેવા જેવી છે]).

માઝ અને યાસુને પણ સવાર-સવારમાં બહાર ફરવા જવાની મઝા પડી.

– ઘરે પરત આવ્યા બાદ,  મારા વતન કલોલની ઉડતી મુલાકાત લેવામાં આવી. હાઇવે પર બાઈક બંધ પડી જશે એમ લાગ્યું પરંતુ તેણે સાથ આપતા કલોલ પહોંચી જ જવાયું જ્યાં તરત જ બાઈક ની સર્વિસ કરાવવામાં આવી. (સદનસીબે ધૂળેટીની રજા છતાં એક મુસ્લિમ ભાઈની ગેરેજ માં કામ પાર પડી ગયું.)

– મમ્મીએ સરસ પાલક-પનીર અને પરાઠા બનાવ્યા હતાં, સ્વાદ દાઢે વળગી ગયો .

– અમદાવાદ પાછા આવતી વખતે પપ્પા તેમજ હુરયરહ (નાનો ભાઈ) સાથે પેરેડાઈઝની પ્રખ્યાત (કલોલમાં ) ચા પીધી. ( જેમ અમદાવાદ માં લકી ની ચા વખણાય છે તેમ કલોલ માં પેરેડાઈઝની તેમજ લકીની  ચા વખણાય છે.)

– કલોલની મુલાકાતમાં(સમય ના અભાવે) કોઈ મિત્રોને ના મળી શકાયું એનો જ અફસોસ.